કોરોનાની બીજી લહેર ભાજપના પાપે આવી હોવાનો કોંગી કોર્પોરેટરોનો સનસનીખેજ આક્ષેપ
ભાજપ પહેલા લોકોને કોરોનાના ખપ્પરમાં હોમી દેવાના કાર્યક્રમો કરે છે અને લોકો હોમાવાના ચાલુ થાય પછી બળેલાને મલમ લગાડે છે પોતે પોતાની ભૂલ ક્યારેય સ્વીકારતા નથી ગુજરાતમાં ટ્રમ્પના કાર્યક્રમ પછી કોરોનાએ ફૂફાડો મારી અનેક લોકોના જીવ લીધા હતા તે પણ ફક્ત ટ્રમ્પને જીતાડવા અને પોતાની વાહવાહી માટે તેના પ્રતાપે આખું ગુજરાત કોરોનામાં હોમાયું હતું તે આખું ગુજરાત જાણે છે તેવી ફરી એક ભૂલ ફરીવાર અમદાવાદમાં જ તે જ સ્થળે મોટેરા સ્ટેડિયમને પોતાનું નામ મોટું કરવા આખી દુનિયામાં પોતાના નામની જાહેરાત થાય અને ભારતના લોખંડી પુરુષ તેવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ના નામે હતું તે મેં મારા નામે કરાવી લીધું તેવી જાહેરાત દેશ-વિદેશમાં કરવાનો હેતુ પોતાને મળેલી બહુમતી ના જોરે પાર પાડી દીધી છે દેશના મુખ્યમંત્રીઓની મીટીંગમાં કોરોનાનું સંક્રમણ ન વધે તેના માટે તમામ પગલા લો તેવી સલાહ વડાપ્રધાને આપી છે અને દેશના નાગરિકોને પણ આ કોરોનાની બીજી લહેર છે તેની સામે સતર્ક થઇ લડવાની સલાહ આપી પણ આ બીજી કોરોનાની લ્હેર ક્યાંથી ઉભી થઇ તેની વાત ન કરી, બીજી લ્હેર પણ ભાજપના પ્રતાપે જ ઉભી થઇ છે અને દેશ ફરી વખત કોરોનાના કહેરમાં ફસાઈ રહ્યો છે પાણી નીકળી ગયા પછી પાળો બાંધવાની વાત જેવું થાય છે લોકો તો નિયમો પાળે છે પણ ભાજપના નેતાઓ ખુલ્લેઆમ ભંગ કરે છે ચૂંટણીઓ પહેલા કોરોના સાવ ઘટી ગયો હતો અને ચુંટણીઓ પછી ફરીથી માથું ઊંચક્યું છે.
ભાજપના મેળાવડામાં હજારોની મેદની ભેગી કરવાની છૂટ અને પ્રજાને લગ્ન પ્રસંગ કે મરણમાં લોકો ભેગા થાય તો દંડનીય કામગીરી કરી છે તેમજ કોંગ્રેસના કોર્પોરેટરો કે આગેવાનો ફક્ત પાંચ જણા ભેગા થાય તો રાજકોટમાં કેસો થયા ના પુરાવા છે વિજયભાઈ એ ગુજરાતમાં કોરોના ને કાબુમાં લેવા 1.5 લાખથી વધારી 3 લાખ લોકોને રસી રોજ મુકવા માટેની વાત કરી પણ પોતે મેળાવડા બંધ કરશે તેવી વાત નાં કરી જો મેળાવડા બંધ થાય તો ઓટોમેટિક કોરોના કાબુમાં આવે. હવે રાજકોટ અને ગુજરાતની પ્રજાએ જાગવાની જરૂર છે તેવું જો પ્રજાજનોને લાગતું હોય તો પ્રજા જાગે અને ભાજપને ભગાડે તેવી અમારી પ્રજા હિતમાં માંગણી છે તેવું વશરામભાઈ સાગઠીયા અને મકબુલભાઈ દાઉદાણી એ જણાવ્યું છે.