- ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે એમપીના બાળ આરોપી સહિત 6 શખ્સોની ધરપકડ કરી: રૂ।0 લાખનો માલ કબ્જે કર્યો
- રાજસ્થાન, મધ્યપ્રદેશ , યુપી અને ગુજરાત રાજય સહિત 41 ગુના આચર્યા: રાજકોટ શહેરના બે અને સુલતાનપુરમાં હાથફેરો કર્યો
રાજકોટ સહીત દેશભરમાં લગ્ન પ્રસંગોમાં લગ્નને અનુરૂપ કપડાં પહેરી મહેમાનો અને યજમાનોની નજર ચુકવી સોના ઘરેણા, મોબાઈલ અને રોકડ સહિતના હાથફેરો કરતી આતર રાજય કડીયાસાસી ગેંગને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉઠાવી લઈ બાળ આરોપી સહીત 6 શખ્સોની ધરપકડ કરી છે. ઝડપાયેલ ગેંગે રાજસ્થાન, મધ્યપ્રદેશ , યુપી અને ગુજરાત રાજય સહીત 41 ગુના આચર્યા: રાજકોટ શહેરના બે અને ગ્રામ્ય એક સ્થળોએ હાથફેરો કર્યોની કબુલાત આપી છે. જેમાં ઝડપાયેલ શખ્સો પાસેથી રોકડ, કાર, અને મોબાઈલ મળી રૂ।0 લાખથી વધુ મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પોલીસ પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના વિસ્તારમાં પાર્ટીપ્લોટમાં લગ્ન પ્રસંગોમાંથી થયેલી ચોરીના બનાવોના ભેદ ઉકેલવા અને ચોરીના બનાવો અટકાવવા પોલીસ કમિશ્ર્નર રાજુ ભાર્ગવએ આપેલી સુચના પગલે ડીસીપી પાર્થરાજસિંહ ગોહીલના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચના નવનિયુકત પીઆઈ એમ.આર.ગોંડલીયા અને પીએસઆઈ ડીસી સાકરીયા, સહીતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધયું હતું.હેડ કોન્સ્ટેબલ વિજયરાજસિંહ જાડેજા, હરદેવસિંહ રાઠોડ, કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા અને વિજયભાઈ મેતાને મળેલી બાતમીના આધારે કડીયાસાસી ગેંગ કારમાં રાજકોટ તરફ ગુનાને અજામ આપવા આવી રહ્યાની મળેલી બાતમીના આધારે માલીયાસણ ચોકડી પાસે વોચ ગોંઠવી હતી ત્યારે શંકાસ્પદ હાલતમાં આવી રહેલી કારને અટકાવી તલાશી લેતા જેમાં સોના -ચાંદીના ઘરેણા મળીઆવતા પુછપરછ કરતા કે ચોરી કર્યાની કબુલાત આપી હતી.
કારમાં બેઠેલા મધ્યપ્રદેશના એસકુમાર ધરમશી શિશોદીઅયા, સોનું ઉર્ફે દિપક ભેરૂસિંહ શિશોદીયા, વિવેક જયનારયણ શિશોદીયા, ઋત્વીક મહેશ શિશોદીયા, ગોમતી દિલીપસિંહ શિશોદીયા અને બાળ આરોપી મળી છ શખ્સોની અટકાયત કરી હતી.જેમની પ્રાથમિક પુછપરછમાં ઘંટેશ્ર્વર પાર્ક , 150 રીંગ રોડ પર આવેલા અર્જુન પાર્ટી પ્લોટમાંથી સોના -ચાંદીના ઘરેણા મોબાઈલ મળી રૂ।5.82 લાખની અને સુલતાનપુર ખાતેથી લગ્ન પ્રસંગમાંથી રૂ।.40 લાખના ઘરેણાની ચોરી કર્યાની કબુલાત આપી હતી. ઝડપાયેલી કડીયાસાસી ગેંગે છેલ્લા સાતેક માસમાં ઈંદોર, જોધપુર, પાલી, ભાદ્રા, નાગોર,બ્યાવર, આબુ રોડ, હનુમત નગર, કોટા, જયપુર, ટોક, અજમેર, કિશન ગઢ, મધ્યપ્રદેશના ભોપાલ, નાગપુર, દિલ્હી, ગુરૂગ્રામ, નાસીક, માલેગાવ, સુરત, ખેડા,દાહોદ, ગોંડલ,ઉત્તરપ્રદેશના મથુરા સહીત 41 સ્થળોએ ચોરી કર્યાની કબુલાત આપી છે.ઝડપાયેલ ગેંગ પોતાની કાર લઈ બાળકો સાથે પોતાના વતનથી ભારતના અલગ અલગ રાજયો પ્રવાસ માટે નીકળી ત્યારે પાર્ટી પ્લોટમાં ચાલતા લગ્નમાં અને લગ્નને અનુરૂપ કપડા પહેરી કાર દુર રાખી મહેમાનોના સ્વાંગમાં વરરાજા પરિવારના નજર ચુકવી બેગ અને પર્સ ઉઠાતરી કરી થોડે દુર જઈ કારમાં બેસી નાસી છુટે છે.
ક્રાઈમ બ્રાન્ચની ટીમે એમપીમાં વેશપલ્ટો કરી ગેંગની સ્થિતી વાકેફ થયા
મધ્યપ્રદેશના રાજગઢના પચોર ખાતે કેમ્પ કરી આસપાસના વિસ્તારોમાં વેશ પલ્ટો કરી ભૌગોલીક પરિસ્થિતિથી વાકેફ થઈ રસ્તાનું અભ્યાસ કરી લગ્ન પ્રસંગોમાં બિન બુલાએ મહેમાનો સ્વાંગમાં ચોરીને અજામ આપતી કડીયાસાસી ગેંગ અને તેના સાગરીત માહિતી એકઠી કરી હતી.