શહેરના માલવીયા ચોકમાં આવેલી જિલ્લા લાઇબ્રેરીમાં નડતરરૂપ 8 વૃક્ષોની ડાળીઓ કાપવાની કોર્પોરેશન પાસે મંજૂરી લઇ પુસ્તકાલયના સંચાલકોએ 13 વૃક્ષો વાઢી નાખતા પર્યાવરણીયપ્રેમીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. મ્યુનિ.કમિશનર અમિત અરોરાને તપાસના આદેશ આપ્યા છે. ગાર્ડન શાખાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. નોટિસ આપવા અને જરૂર પડ્યે તો ફોજદારી ફરિયાદ કરવાની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વધુ વિગત મુજબ શહેરના માલવીયા ચોકમાં આવેલી જિલ્લા લાઇબ્રેરીમાં લાઇબ્રેરીયન દ્વારા કોર્પોરેશન સમક્ષ પુસ્તકાલયના આંગણામાં રહેલા વૃક્ષો પૈકી 8 વૃક્ષોની નડતરરૂપ ડાળીઓ કાપવા માટેની મંજૂરી માંગવામાં આવી હતી જે કોર્પોરેશનની ગાર્ડન શાખા દ્વારા આપવામાં આવી હતી. માત્ર ટ્રિમીંગની મંજૂરી માંગી ઘેઘૂર 13 વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા હતા.
ત્યારે આજ રોજ આ ૧૩ વ્રુક્ષો કાપવા બાબતે પર્યાવરણપ્રેમીઓ અને વિદ્યાર્થીઓ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા પહોંચ્યા હતા. પર્યાવરણપ્રેમીઓ અને વિદ્યાર્થીઓ સહિત 50 જેટલા લોકો ફરિયાદ નોંધાવા ડિવિઝન પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા પહોંચ્યા