દિવ્યાંગતાની વ્યાખ્યામાં સુધારો કરી રોજગારી અને શિક્ષણ ઉપરાંત ઉઘોગોમાં ખાસ પ્રકારની સહાય આપવાનું રૂપાણી સરકારનું આયોજન

ગુજરાતની મુખ્યમંત્રી રૂપાણી સરકાર દ્વારા રાજયમાં દિવ્યાંગ બંધુના વિકાસને વધુ વેગવાન બનાવવા માટે આગામી થોડા જ દિવસાથેમાં ગુજરાત દિવ્યાંગ આર્થિક વિકાસ નિગમની રચના કરવામાં આવશે.

વિજયભાઇ રૂપાણી સરકાર દ્વારા દિવ્યાંગો માટે રચાનારા આ નિગમને દિવ્યાંગોની વિકાસ યોજનાઓને આગળ વધારવા માટે ખાસ ભંડોળ અને સ્વાયત સત્તાઓ આપવામાં આવશે. અત્યાર સુધી આ પંચની રચના માટે થઇ રહેલા વિલંબને દુર હડસેલી ને રાજય સરકાર દિવ્યાંગોનો વિકાસ માટેના નિગમની રચના કરશે.

સરકારના સુત્રોમાંથી મળતી વિગતો મુજબ આ નિગમ દિવ્યાંગોને રોજગારી અને શિક્ષણ ઉપરાંત દિવ્યાંગો દ્વારા ચાલતા ઉઘોગોને ખાસ પ્રકારની સહાય આપવાનું આયોજન કરી રહી છે. રાજય સરકાર આ અંગેની જાહેરાત આવતીકાલ ર જુલાઇથી શરુ થનારા વિધાનસભાના પ્રથમ ચરણમાં જ કરે તેવી જાણવા મળ્યું છે.

રાજયના સામાજીક ન્યાય અને અને સશકિતકરણ વિભાગે નવા ગુજરાત દિવ્યાંગ આર્થિક વિકાસ નિગમની રચનાની મંજુરી મેળવી લીધી છે. રાજયમાં નોંધાયેલા દસ લાખ  વિકલાંગોની વસ્તી છે. અગાઉ કેન્દ્ર સરકારે તમામ રાજયોને દિવ્યાંગ ધારા ૨૦૧૬ અંતર્ગત પોત પોતાના રાજયને સ્વાયત  નિગમની રચના કરવાની માગદર્શીકા જાહેર કરી હતી.

દિવ્યાંગતા વ્યાખ્યાને વધુ વ્યવહારુ બનાવવા સરકારે દિવ્યાંગતાના પ્રમાણને  ર માંથી ૭ ટકા સુધી ઘટાડીને કેન્દ્ર સરકારે તમામ પ્રકારની

દિવ્યાંગતાને લાભનાદાયરા માં આવરી લેવાના પ્રયાસ કર્યો છે. જેમાં અંધાપો, ટુંકી નજર, રકતપીત્તની સમસ્યા બહેમરાશ માનસીક દિવ્યાંગતા  માનસિક બિમારી કેબલ પેલસી, સ્નાયુની અપંગતા ચેતાતંતુ ની સમસ્યા, શિક્ષણના કૌશલ્યનો અભાવ  બોલવાના તકલીફ થેલેસેમીયા, હેમોફીલીયા, માટીપલ ડિશએબેલીટીમાં અંધાપો, એસીડીક હુમલામાં મળેલી દિવ્યાંગતાને દિવ્યાંગતાની નવી વ્યાખ્યાનમાં આવરી લેવામાં આવ્યા છે. લોહીની સમસ્યા થેલેસેમીયા , હોમોફોલીયા અને અનુવાશિક કોષોની સમસ્યાના દર્દીઓને દિવ્યાંગ ગણવામાં આવશે

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.