બાઇકમાં બેસાડી મિત્રના ઘરે લઈ જઈ આચર્યું દુષ્કર્મ: બળાત્કાર અને પોક્સો હેઠળ નોંધાતો ગુનો
રાજકોટમાં ધોરણ 11માં અભ્યાસ કરતી સગીરાને રાજકોટનો જોક્સ પોતાના બાઈક પર બેસાડી તેના મિત્રના ઘરે લઈ છે બે વખત હવસનો શિકાર બનાવતા તરુણીના પરિવારજનોએ આ નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે તેના વિરુદ્ધ બળાત્કાર,અપહરણ અને પોક્સો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
અંગેની વિગતો મુજબ ધોરણ 11માં અભ્યાસ કરતી તરૂણીએ ના પિતાએ પોતાની ફરિયાદમાં નોંધાવ્યું હતું કે તેની 16 વર્ષની પુત્રી ગત કાલે સ્કૂલ ડ્રેસ પહેરી સુરત જવાનું કહી ઘરેથી નીકળી હતી બાદ તે મોઢે સાંજ સુધી ઘરે પરત ન ફરતા તેની તપાસ કરી હતી પરિવારજનોએ સ્કૂલના વોચમેનને આ અંગે પૂછતાં તેને સ્કૂલે રજા હોવાનું જણાવતા પરિવારજનોએ પુત્રીની તમામ સ્થળોએ શોધખોળ કરી હતી પરંતુ પુત્રી નો કોઈ પત્તો લાગ્યો ન હતો બાદ મોડી રાતના તેની પુત્રી પરત આવી જતા તેને અંગે પૂછતાં તે બહેનપણીના ઘરે ગયા હોવાનું કહ્યું હતું અને તેને સાઈકલ બાબતે પૂછતાં તે તેને ધારેશ્વર મંદિર નજીક પાર્ક કરી હોવાનું જણાવ્યું હતું જ્યાં સાઇકલ મળી ન આવતા પરિવારજનોએ પુત્રીની પૂછતાછ કરતા તેણે જણાવ્યું હતું કે ગત નવરાત્રિમાં તે ગરબી રમવા ગઈ હતી ત્યાં તે વિશાલ ચંદુભાઈ પરમાર (રહે.જામનગર રોડ) સાથે પરિચયમાં આવી હતી જ્યાં બંને એકબીજાની નંબરના આપ-લે કરી હતી બાદ બંને વારંવાર ફોનમાં પણ વાતચીત કરતા હતા અને તેઓ રાજકોટમાં અને રાજકોટની બહાર ચોટીલા પણ એકબીજાને મળતા હતા
ગઈકાલે આરોપી વિશાલે તરુણી ને ફોન કરી ધારેશ્વર મંદિર નજીક મળવા બોલાવી હતી જેમાં સ્કૂલ ડ્રેસ પહેરી આરોપીને સાયકલ પર મળવા ગઈ હતી ત્યારે આરોપી ધરીને પોતાની બાઈક પર બેસાડી તેના મિત્ર હુસેનના કરે તેને લઈ ગયો હતો જ્યાં તેને એકલતાનો લાભ ઉઠાવી તરુણી પર બે વખત દુષ્કર્મ આચર્યું હતું. બાદ તેને રાત્રિના ધારેશ્વર મંદિર નજીક પરત મૂકી ગયો હતો જ્યાં તેની સાયકલ તરુણીને ગાયબ થઇ ગઇ હોવાનું જણાયું હતું. પરિવારજનોને સમગ્ર ઘટનાની જાણ થતાં તેને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ બળાત્કાર,દુષ્કર્મ અને પોકશો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.