રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે રક્ષાબંધનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી રવિવારે ફેન્ડશીપ ડેની ઉજવણી કર્યા બાદ આજે લાડકવાયા વિરાના કાંડે લાડકી બહેને રક્ષા બાંધી હતી. આજે ચંદ્રગ્રહણ પણ હોય રાખડી બાંધવાનું પણ ચોકકસ મુહુર્ત હતુ. રક્ષાબંધન પૂર્વ ગઈકાલે બજારોમાં રાખડીની ખરીદી કરવા માટે બજારોમાં ભારે ભીડ ઉમટી હતી.
શ્રાવણમાસને તહેવારોનો માસ ગણવામાં આવે છે. આજે રક્ષાબંધનથી તહેવારોનો આરંભ થઈ ગયો છે. ચાર દિવસ બાદ બોર ચોથથી તહેવારો શરૂ થશે આજે રક્ષાબંધનના દિવસે વ્હેલી સવારથી બહેનોએ નવા વસ્ત્રોમાં સજજ થઈ પોતાના લાડકાભાઈને હાથે સુતરના દોરાની રાખડી બાંધી હતી. પોતાના ભાઈને ભગવાન લાંબુ આયુષ્ય આપે તથા તમામ આધીવ્યાધી અને ઉપાધીમાંથી ઉગારી લ્યેતેવી પ્રાર્થના કરી હતી.
સેવાભાવી સંસ્થાઓ દ્વારા જેલનાં કેદીઓને પણ રાખડી બાંધવા માટે વિશીષ્ટ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી.
આજે ચંદ્રગ્રહણ પણ હોય રાખડી બાંધવા માટે અમૂક કલાકો જ શ્રેષ્ઠ માનવામાં આવતા હતા. જેમાં બહેનોએ રાખડી બાંધવાનું મૂહૂર્ત સાચવી લીધું હતુ બ્રાહ્મણોએ પણ આજ પરંપરા મૂજબ જનોઇ બદલાવી હતી સવારથી મીઠાઈઓની દુકાનોએ લોકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો.