ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની સુચના અને માર્ગદર્શન મુજબ આજે બક્ષીપંચ મોરચો, યુવા મોરચો અને કિસાન મોરચાના હોદેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદયભાઇ કાનગઢ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ બક્ષીપંચ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે યોગેશભાઈ ગઢવી, દેવેન્દ્રભાઈ પ્રજાપતિ, જે.કે.ચાવડા, નાજાભાઇ ધાધર, મહેન્દ્રભાઈ બાવળીયા અને ધર્મેશભાઈ પંચાલની નિમણૂક કરવામાં આવી છે.તો પ્રદેશ મહામંત્રી તરીકે મયંકભાઇ નાયક અને સનમભાઈ પટેલને સ્થાન અપાયું છે.પ્રદેશ મંત્રી તરીકે વિનયસિંહ ઝાલા,દિલીપભાઈ બારડ,પ્રજ્ઞેશભાઈ બ્રહ્મભટ્ટ, હેમંતભાઈ ટેલર,મયુરભાઈ માંજરીયા અને પોપટ ભાઈ માળીની વરણી કરાઇ છે. પ્રદેશ કોષાધ્યક્ષ તરીકે અનિલભાઈ રાણા અને કાર્યાલય મંત્રી તરીકે નિલેશભાઈ જણસારીની નિમણૂક કરાઇ છે.

યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ દ્વારા યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે હરેન્દ્રસિંહ ગોહિલ, મુકેશભાઈ રાઠવા,મનીષભાઈ સંઘાણી, હાર્દિક ડોડીયા, હર્ષ પટેલ, રાજેશ વારડે  પ્રદેશ મહામંત્રી તરીકે કૌશલભાઇ દવે અને નરેશભાઈ દેસાઈ પ્રદેશ મંત્રી તરીકે સત્યદિપસિંહ પરમાર, સુરજ દેસાઇ, ગૌરવ પટેલ,જય શાહ ,શૈલેષ નાઇ, નિલેશ ચુડાસમા ,પ્રદેશ કોશાધ્યક્ષ તરીકે નરેશ ઠાકોર અને કાર્યાલય મંત્રી તરીકે નિકુંજ ખાખીની વરણી કરવામાં આવી છે.

જ્યારે પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિતેશભાઈ પટેલ દ્વારા પણ આજે સંગઠન માળખું જાહેર કરાયું છે  જેમાં ઉપાધ્યક્ષ તરીકે તેજાભાઈ ભુરીયા,મહેન્દ્રભાઈ પિઠીયા,દિપકભાઈ પટેલ, ડી.ડી.ચુડાસમા, મહેન્દ્રભાઈ પટેલ,રમેશભાઇ ઓડેદરા, પ્રદેશ મહામંત્રી તરીકે હિરેનભાઈ હિરપરા અને સરદારભાઈ ચૌધરી પ્રદેશ મંત્રી તરીકે ભરતભાઈ મેર, વિજયભાઈ કોરાટ, સુરેશભાઈ વસરા,નાગરભાઈ જીડિયા, રામસિંહ ભાઇ ગઢવી અને આશિષભાઈ દેસાઈની નિમણૂક કરાઇ છે. તો કોષાધ્યક્ષ તરીકે સી.પી. સરવૈયાની વરણી કરવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.