આ સંસ્થા દેશભરના 28 કરોડ પાટીદારોના ઉત્કર્ષ માટે કાર્ય કરે છે
સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ ધી મેડીકલ ટેકનીકલ એસો. ઓફ ગુજરાતના પ્રમુખ અને માનવ કલ્યાણ મંડળ ગુજરાતના ચેરમેન મુકેશભાઇ મેરજાની અખીલ ભારતીય કુર્મી ક્ષત્રિય મહાસભામાં થોડા સમય પહેલા જ આજીવન ટ્રસ્ટી તરીકે નિયુકિત કરાવમાં આવી હતી. આ સંસ્થા દેશભરના ર8 કરોડ પાટીદારોના ઉત્કર્ષ માટે કાર્ય રે છે. આ મહાસભાની તાજેતરમાં વારાસણી ખાતે યોજાયેલ બે દિવસ વિશેષ રાષ્ટ્રીય સંમેલન અને સાધારણ સભામાં થયેલ ઠરાવમાં જંગી બહુમતીથી સમસ્ત પાટીદાર સમાજ અને માનવ કલ્યાણ મંડળ ગુજરાતના યુવા અને સર્વ જ્ઞાતિઓ માટે સેવાઓ આપતા સેવાભાવી મુકેશભાઇ મેરજાને રાષ્ટ્રીય સ્તરની અખીલ ભારતીય કૃમિ ક્ષત્રીય મહાસભામાં સેક્રેટરી તરીકે નિયુકત કરવામાં આવતા વિશ્ર્વભરમા કુર્મિ, ક્ષત્રીઓ અને પાટીદારોએ મુકેશભાઇ મેરજાની વરણીને વધાવી અભિનંદન આપ્યા હતા. આવા સેવાભાવી મુકેશભાઇ મેરજાનો મો.ન 94267 37273 પર ચોમેરથી અભિનંદન મળી રહ્યા છે.
પોતાની વરણી સંદર્ભે વાત કરતા અમારા પ્રેસ પ્રતિનિધિ ને જણાવેલ કે દેશ લેવલની પાટીદાર સમાજની મહાસભામાં મારી નિયુકિત કરી મારા પર સમગ્ર દેશમા વસતા 28 કરોડ જ્ઞાતિબંધુઓની જવાબદારી મારા પર મુકવામાં આવી છે ત્યારે હું સમાજની એકતા, ઉત્કર્ષ, શિક્ષણ અને વિકાસના એજન્ડા સાથે સામાજીક સમરસતા અને અન્ય જ્ઞાતિઓને સાથે લઇ સર્વ સમાજન ઉત્કર્ષ દ્વારા રાષ્ટ્ર નિર્માણ કરવા માટે જરુરી તમામ સેવાઓને પ્રાધાન્ય આપીશ. ખેડુતોના પ્રશ્ર્નોને પ્રાધાન્ય આપી સર્વ સમાજના ઉત્કર્ષ દ્વારા રાષ્ટ્ર નિર્માણ કરવા માટે જરુરી તમામ સેવાઓ પ્રાધાન્ય આપીશ,
ખેડુતોના પ્રશ્ર્નોને આપી સર્વ સમાજમાં અત્યારે દીકરા-દીકરીના સગાઇ કરવામાં ખુબ જ મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે સેન્ટ્રલી ફી મેરેજબ્યુરો ની વ્યવસ્થા ઉભી કરી દીકરા દીકરીને પસંદગીના પાત્રો મળી રહે તે માટે આંતરરાજય મેળાવડા યોજવામાં આવશે. મહાસભાના અન્ય સેવાકાર્યો કરવા પ્રયત્ન કરીશ.
સમાજ ઉપયોગી સેવા જોઇ આ સંસ્થાની મુલાકાતે અખીલ ભારત કુર્મી (કણબી પાટીદાર) મહાસભા ના અઘ્યક્ષ નંદલાલ બધેલજી કે જેમના પુત્ર છત્તીસગઢ ના મુખ્યમંત્રી છે. તે છેક છતીસગઢથી આવ્યા હતા. મુકેશભાઇ મેરજા, ગીતાબેન પટેલ, વિભાબેન મેરજા, ચીમનભાઇ ભોરણીયા, મનુભાઇ મેરજા, રસીકભાઇ લાડાણી, દીપકભાઇ બ્રહ્મભટ્ટ વિગેરે સંસ્થાના ટ્રસ્ટીઓ તેમજ બધા સભ્યોને ખુબ ખુબ અભિનંદન આપ્યા હતા.