- PGVCLના કોન્ટ્રાકટર શ્વાસ ચડતાં ઢળી પડ્યા, પરિવારમાં શોક
- મહા કુંભમેળામાં સ્નાન પછી શરદી શ્વાસ ચડતા રાજકોટના પ્રૌઢનું મો*ત
- મૃતક ધંધાર્થીને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે
મળતી માહિતી પ્રમાણે, રાજકોટના કિરીટસિંહ રાઠોડ પોતાની પત્ની અને મિત્ર દંપતી સાથે ગત 24 જાન્યુઆરીએ અમદાવાદથી ફ્લાઇટ મારફતે મહાકુંભમાં સ્નાન કરવા ગયા હતા. મહાકુંભમાં તેમણે સાધુ સંતોને જમાડૅવા માટે રસોઇ બનાવવા સહિતના સેવા કાર્યો કર્યા હતા. આ દરમિયાન 30 જાન્યુઆરીએ વહેલી સવારે તેમને ચક્કર આવતાં ઢળી પડ્યા હતા. જેથી તેમને મહાકુંભમાં ઉભા કરાયેલા હોસ્પિટલમાં તપાસ અર્થે લઇ જવામાં આવ્યા હતા.
રાજકોટના કિરીટસિંહ રાઠોડ પોતાની પત્ની અને મિત્ર દંપતી સાથે ગત 24 જાન્યુઆરીએ અમદાવાદથી ફ્લાઇટ મારફતે મહાકુંભમાં સ્નાન કરવા ગયા હતા. રાજકોટના PGVCLના કોન્ટ્રાક્ટર ને અચાનક શ્વાસ ચડતાં ઢળી પડ્યા હતા. મૃત્યુથી પરિવારજનોમાં શોક ફેલાયો છે.
જ્યાં તેમને વધુ શ્વાસ ચડતાં રાયબરેલી ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. શુક્રવારે તેમના મૃ*તદેહને એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ લાવવામાં આવ્યા હતો. શુક્રવારે તેમની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં PGVCLના કર્મચારીઓ અને સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
મહાકુંભમેળામાં ધક્કામુક્કીમાં અનેકના મૃત્યુ થયા ઉપરાંત અનેક લોકોની તબિયત પણ લથડી હતી. રાજકોટમાં પી.જી.વી.સી.એલ.ના કોન્ટ્રાક્ટર એવા કિરીટસિંહ રણજીતસિંહ રાઠોડ (ઉ.વ.૫૩ રહે.બજરંગવાડી પાસે,પ્રતિક ટેનામેન્ટ)નું કુંભમેળામાં સ્નાન કર્યા બાદ ઠંડીથી શરદી-ઉધરસ અને બાદમાં શ્વાસ ચડતા ત્યાં ઉભી કરાયેલી હંગામી હોસ્પિટલમાં મૃ*ત્યુ નીપજ્યું હતું.