ક્રિમીનલ બાર એસોસીએશનની સાધારણ સભામાં ક્રિમીનલ બાર એસોસીએશનના તમામ સભ્યોએ સર્વાનુમતે પ્રમુખ સહિત હોદેદારોની નિમણુક કરવામાં આવી છે. ક્રિમીનલ બારની સ્થાપના આશરે ૩૧ વર્ષ પહેલા મધુસુદનભાઈ સોનપાલ તથા અમીતભાઈ જોષીએ કરેલી. જુનીયર એડવોકેટને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે કરવામાં આવેલહતી. ક્રિમીનલ બાર એસોસીએશન જુનીયર વર્ષોથી ક્રિમીનલ બાર એસોસીએશનને જુનીયરએડવોકેટને પડતી મુશ્કેલીઓને વાંચા આપેલી છે. તમામ ક્ષેત્રોમાં પ્રેકટીસ કરતા વકિલમિત્રોને પડતી મુશ્કેલી કે તેઓના પ્રશ્નો અંગે અવાર નવાર હાઈકોર્ટ, બાર કાઉન્સીલ ઓફ ગુજરાત અને ડિસ્ટ્રીકટ જજ સમક્ષ રજુઆતો કરીને સફળ કામગીરી કરીછે. તેમજ પ્રશ્નો નું સફળ નિરાકરણ કરતું આવેલ છે.
ક્રિમીનલ બાર એસોસીએશનની સાધારણ મળેલી.જુનીયર વકીલ હાજર રહેલા જેમાં સર્વાનુમતે સને ૨૦૧૮-૨૦૧૯ના વર્ષ માટે મળતા નીચે મુજબ હોદેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવેલી છે. જેમાં ક્ધવીનર યોગેશભાઈ ઉદાણી, સહ ક્ધવીનર ઘીમંતભાઈ જોષી તેમજ પ્રમુખ તુષારભાઈ બસલાણી, ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ ચાવડા, સેક્રેટરી હેમાંગ જાની, જો.સેક્રેટરી રાજકુમાર હેરમા, ટ્રેઝરર હિતેન્દ્રસિંહ જાડેજા, જયારે કારોબારી સભ્યો તરીકે ગીરીરાજસિંહ જાડેજા, દિનેશભાઈ પમનાથી, શૈલેષભાઈ સુચક, પ્રતાપ પરમાર, પ્રવિણ સોલંકી, યુવરાજસિંહ જાડેજા, હેમલ ગોહેલ, મહેશ્વરીબેન ચૌહાણ તથા મીનાક્ષીબેન દવે તેમજ કો.ઓપ. મેમ્બર તરીકે કમલેશભાઈ રાવલ તથા રાજેન્દ્રસિંહ ગોહિલની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.