- ટૂંકી સારવારમાં જ આધેડે દમ તોડયો: વાલી વારસની શોધખોળ
શહેરમાં માધાપર ચોકડી અને બેડી ચોકડી વચ્ચે વાહન ચાલકે અજાણ્યા આધેડને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘવાયેલા આધેડનું ટૂંકી સારવારમાં મોત નિપજતા પોલીસે વાલી વારસ અને અકસ્માત સર્જનાર વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માધાપર ચોકડી અને બેડી ચોકડી વચ્ચે પૂલ પર એક અજાણ્યા આધેડ ઇજાગ્રસ્ત હાલતમાં પડ્યા હોવાની જાણ થતા 108ની ટીમ દ્વારા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર મળે તે પૂર્વે અજાણ્યા આધેડે હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા દીધો હતો.
આ અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક આધેડને કોઈ અજાણ્યો વાહન ચાલક ઠોકરે ચડાવી નાસી છૂટ્યો હોવાથી આધેડનું મોત નીપજ્યું હોવાનું ખુલ્યું હતું. ગાંધીગ્રામ પોલીસે મૃતક આધેડના વાલી વારસ અને અકસ્માત સર્જી નાસી છૂટેલા અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.