શહેરમાં સાધુ વાસવાણી રોડ ઉપર પાટીદાર ચોકમાં રહેતા નિવૃત શિક્ષિકા પોતાની પુત્રી સાથે મવડી વિસ્તારમાં રામધણ આશ્રમ પાસે રહેતા નણંદનાં ઘરે બેસવા ગયા હતા. ત્યારે જમાઈએ આવીને ઝઘડો કરી ઝપાઝપી કરતા નિવૃત શિક્ષિકા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. પ્રૌઢાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
દંપતી વચ્ચે થયેલા ઝઘડામાં સમાધાન માટે ગયેલા નિવૃત્ત શિક્ષિકા સાથે જમાઈએ કરી માથાકૂટ
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં સાધુ વાસવાણી રોડ ઉપર પાટીદાર ચોકમાં રહેતા નીતાબેન હસમુખભાઈ કાલરીયા નામના 58 વર્ષના નિવૃત શિક્ષિકા પોતાની પુત્રી સાથે મવડી વિસ્તારમાં રામધણ આશ્રમ પાસે રહેતા નણંદનાં ઘરે બેસવા ગયા હતા. ત્યારે જમાઈ નિતેષે આવી ઝઘડો કરી ઝપાઝપી કરતા નિવૃત શિક્ષિકા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. પ્રૌઢાને તાત્કાલિક બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં નિતાબેનની પુત્રીને તેનો પતિ નિતેષ ત્રાસ આપતો હોવાથી નીતાબેન પુત્રીને લઈને મવડી વિસ્તારમાં રામધણ આશ્રમ પાસે રહેતા નણંદનાં ઘરે વાતચીત કરવા માટે ગયા હતા.
ત્યારે ત્યાં જમાઈ નિતેષ પણ આવી ચડતા બંને વચ્ચે રકઝક થઈ હતી. જેમાં નિતેષે સાસુ નીતાબેન સાથે ઝપાઝપી કરતા નીતાબેન ગભરાઈ જતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.