દિવ્યાંગો માટે ફિઝીયોથેરાપી, સ્કીલ ડેવલપમેન્ટ અને રોજગારીનું સર્જન કરતા સેન્ટરો ઉભા કરાશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સામાજીક જવાબદારીઓના ભાગરૂપે શહેરના દિવ્યાંગો માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાઓ લેવામાં આવશે જેમાં ફિઝીયોથેરાપી સેન્ટર, સ્કિલ ડેવલોપમેન્ટ સેન્ટર અને સ્પેશિયલ પર્સન માટે રોજગારીનું સર્જન કરતા સેન્ટરો પણ ઉભા કરવામાં આવશે. આ પ્રોજેકટ પ્રમાણમાં નાનો છે પરંતુ ટેકનિકલી પડકારરૂપ અને સંવેદનશીલ હોય તબકકાવાર શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી મિશન મિનિસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અપેર્સ દ્વારા નેચરીંગ નેબર વુડ ચેલેન્જની શરૂઆત કરવામાં આવી છે જેનો મુખ્ય ધ્યેય બાળકોના પ્રારંભિક વિકાસને કેન્દ્રીત શહેરી આયોજનને પ્રોત્સાહન આપવાનો છે. રાજકોટ પણ આ ચેલેન્જમાં ભાગ લઈ રહ્યું છે.

પાયલોટ પ્રોજેકટ અંતર્ગત આંગણવાડી અર્બન હેલ્થ સેન્ટર, રમત-ગમત માટેની જાહેર જગ્યાઓ, બગીચાઓ જેવા સ્થળો કે જયાં બાળકો અને જીવનના પ્રારંભિક વર્ષોમાં વારંવાર મુલાકાત લેતા હોય તેવા સ્થળોનો અભ્યાસ કરી બાળકોમાં અનિવાર્ય માળખાકિય સુવિધાઓની જરૂરીયાત અને ઉકેલ માટેનો સર્વે કરી તેનું તબકકાવાર આયોજન કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.