ત્રણ શખ્સો હત્યા કરી ભાગી ગયાના સીસીટીવી ફુટેજ મળ્યા: હત્યાના ગુનામાં સંડોવાયેલા શખ્સોને ઝડપી લેવા બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર વોચ
શહેરના 150 ફુટ રીંગ રોડ પર ફોર્ચ્યુન હોટલ પાછળ આશ્રય ગ્રીન સિટીના ગેઇટ પાસે આશરે 30 વર્ષના અજાણ્યા યુવાનની ત્રણ શખ્સોએ હત્યા કરી ભાગી ગયાનું તાલુકા પોલીસમાં નોંધાયું છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. મૃતકની ઓળખ મેળવી છે. હત્યા કોને અને શા માટે કરી તે અંગેની વિગતો પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ફોર્ચ્યુન હોટલ પાછળ ગ્રીનસિટીના ગેઇટ પાસે પાર્ક કરેલી કાર સાથે આશરે 30 વર્ષનો અજાણ્યો યુવાન ધડાકા સાથે અથડાયા બાદ ઢળી પડતા બે રાહદારી મહિલાએ બુમાબુમ કરતા નજીકમાં રહેલા ગેરેજમાં કામ કરતા સાવન ચૌહાણ નામના યુવાને 108ને જાણ કરી ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડયો હતો.
યુવાનને સારવાર મળે તે પહેલાં તેનું મૃત્યુ નીપજયાનું ફરજ પરના તબીબે જાહેર કર્યુ હતું. મૃતકના ગળા પર કુહાડી જેવા હથિયારના ઘા ઝીંકી હત્યા કર્યાનું જાહેર થતા તાલુકા અને ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસની તપાસ દરમિયાન મૃતક યુવાન પર ત્રણ શખ્સોએ હુમલો કર્યાના સીસીટીવી ફુટેજ મળી આવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
મૃતક યુવાનના ખિસ્સામાંથી ઉત્તર પ્રદેશના બલરામપુર ગામે રૂા.5 હજાર ટ્રાન્સફર કરાવ્યાની ચીઠ્ઠી મળી આવી હોવાથી મરનાર બલરામપુરનો વતની હોવાનું બહાર આવ્યા બાદ તેની ઓળખ મેળવવા કરેલી તપાસ દરમિયાન મૃતક અજંતા ઇન્ડસ્ટ્રીઝ પાસે સોરઠીયા પરિવારની વાડી પાસે હીરાના સ્પેર પાર્ટ બનાવવાના પ્રસાંતભાઇ પટેલના કારખાનામાં કામ કરતા નિરમોહીલાલ રામતિર્થ ચૌહાણનો મૃતદેહ હોવાનું કારખાનેદાર અને મૃતકના ભાઇ વિજય બહાદુર રામતિર્થએ ઓળખી બતાવી છે. હત્યા કોને અને શા માટે કરી તે અંગેની વિગતો બહાર આવે તેમ હોવાનું તાલુકા પી.આઇ. જે.વી.ધોળા સહિતના સ્ટાફે જણાવ્યું છે. સીસીટીવી ફુટેજમાં ત્રણ શખ્સો હુમલો કરતા હોવાનું જોવા મળતા પોલીસે ત્રણેય શખ્સો પરપ્રાંતિય હોવાની શંકા સાથે ઝડપી લેવા રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન વોચ ગોઠવી છે.