નશો કરેલી હાલતમાં અને શર્ટ પહેર્યા વગર શેરીમાં નિકળેલા આધેડને મહિલાની મશ્ક્રી ભારે પડી

શહેરના વિદ્યાનગર મેઈન પર આવેલા મનહર પ્લોટ શેરીમાં નશો કરેલી હાલતમાં નિકળેલા પ્રૌઢે પાડોશી મહિલાને કેમ છો ભાભી કહેતા મહિલાના પુત્રે ધોકા વડે મારમારતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.વધુ વિગત મુજબ વિધાનગર મેઈન રાષડ નજીક મનહર પ્લોટ શેરી નં.7માં રહેતા જયરાજભાઈ ભાવસિંહ રહેવર નામના પ્રૌઢને પાડોશમાં રહેતા જય નિતીન ગઢીયા નામના યુવાને ધોકા વડે મારમારતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા છે.

પ્રાથમિક તપાસમાં જયરાજસિંહ નશો કરેલી હાલતમાં શર્ટ પહેર્યા વગર શેરીમાંનિકળ્યા ત્યારે જય ગઢીયાના મમ્મી નિકળેલા ત્યારે જયરાજસિંહએ કહેલ કે કેમ છો ભાભી કહેલુઆ વાત મહિલાએ પોતાના પુત્રે કહેતા ધોકા સાથે જયરાજભાઈના ઘરે ઘસી જઈ મારમાર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.