મૂળ યુપીના અને હાલ રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય પરિવારની આઠ વર્ષની માસૂમ બાળકી શુક્રવારે રાત્રિના લાપતા થયા બાદ તેની ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પત્થરના ઘા ઝીંકી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી જ્યારે આ ગંભીર ઘટના પગલે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિતના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ તપાસ કરતા બાળકીનું અપહરણ કરી જનાર શખસ સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગયો હતો જેમાં ક્રાઈમ બ્રાન્ચે તે શખ્સને ઉઠાવી લઈ પૂછપરછ કરતા સામૂહિક દુષ્કર્મ ગુજારવાના ઈરાદે બાળકીનું અપહરણ કરી હત્યા કર્યાનું બહાર આવતા પોલીસે ત્રણ શખ્સોએ સકંજામાં લઈ વિશેષ કાર્યવાહી હાથધરી છે.
પિતા સાથે દારૂની મહેફીલ મળતા ત્રણેય મિત્રોએ બાળકી પર નજર બગાડી તેનું અપહરણ કર્યા બાદ ગુપ્ત ભાગે ઈજાના કરી મોતને ઘાટ ઉતારી હતી
બાળકી ગુમ થઈ ત્યારે ત્રણેય પિતાની સાથે શોધવા નીકળવા લાશ મળી જતા ત્રણેય ગાયબ થયા જતા પોલીસને શંકા થઈ
વિગતો મુજબ લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા અને મુળ યુપીના પરિવારની આઠ વર્ષની બાળકી શુક્રવારે રાત્રે તેના ઘર પાસે તેના ભાઈઓ સાથે રમતી હતી તે દરમિયાન અચાનક લાપતા થઈ જતા તેના પરિવારજનોએ તેની શોધખોળ કર્યા બાદ માલવિયાનગર પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે તપાસ કરતા શનિવારે ભક્તિનગર સ્ટેશન પ્લોટ પાસે યાર્ડ નજીક અવાવરૂ જગ્યામાંથી બાળકીનું માથુ છુંદી હત્યા કરાયેલી નિર્વસ્ત્ર હાલતમાં લાશ મળી આવતા પોલીસે તપાસ કરતા સીસીટીવી ફૂટેજમા બાળકીના પિતાનો મિત્ર જ હોવાનું બહાર આવ્યું હતું.ત્યારે ક્રાઈમ બ્રાન્ચે આ નીખીલેશ નામના શખસને ઉઠાવી લઈ આકરી પૂછપરછ કરતા બાળકીના પિતા સાથે અવાર-નવાર દારૂની મહેફિલો માણતા તેના મિત્રોએ જ મહેફિલ દરમિયાન દાનત બગડતા નીખીલેશે ઘર પાસે રમતી બાળાનું અપહરણ કરી ભક્તિનગર સ્ટેશન પાસે અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો
અને ત્યા અગાઉ જ બે શખસો હાજર હોય સામૂહિક દુષ્કર્મ ગુજારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાળકીએ દેકારો કરતા ત્રણેય જ નરાધમોએ બાળકીને જવા દેશુ તો તેના પિતાને વાત કરશે તેવા ડરથી પથ્થરના ઘા ઝીકી હત્યા કર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.હત્યા કર્યા બાદ નાસી ગયાનું અને ત્રણેય પરિણીત હોય અને તેઓની પત્ની વતનમાં હોવાનું બહાર આવતા પોલીસે બે શખસોને સકંજામાં લઈ પૂછપરછ કરી હતી તેમજ નાસી જનાર વધુ એક ભરતને સંકજામાં લીધો છે.
મહત્વની વાત તે છે કે ત્રણેય નરાધમો બાળકીને મોતને ઘર ઉતર્યા બાદ પરિવાર સાથે રહીને શોધવાનો ઢોંગ કર્યો હતો જ્યારે પોલીસને બાળકીની લાશ મળી જતા ત્રણેય નરાધમો અચાનક ગાયબ થઈ જતાં પોલીસને ત્રણેય ઓર દઢ શંકા થઇ હતી અને તપાસ કરતા ત્રણેયની સંડોવણી ખુલતા પોલીસે ત્રણેયને શકન જામા લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.