એસીપી વિશાલ રબારી, ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર ધોળા, ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, ખોડલધામના ઉપપ્રમુખ તુષારભાઈ લુણાગરિયા, ટ્રસ્ટી ચિરાગભાઈ સિયાણી, વૃંદાવન ભાઈ અકબરી, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ગુજરાતના અલગ અલગ જગ્યાએ નવરાત્રિના નું અદકેરું આયોજન કરવામાં આવ્યું છે , તેમાં સૌરાષ્ટ્રનું સૌથી ભવ્ય આયોજન એટલે ખોડલધામ વેસ્ટ ઝોન નવરાત્રી મહોત્સવનું આયોજન થયું છે , ખોડલધામ નવરાત્રી મહોત્સવના પાંચમા નોરતે મુખ્ય અતિથિ વિશેષ તરીકે રાજકોટના એસીપી વિશાલભાઈ રબારી સાહેબ તથા રાજકોટ પોલીસ ઇન્સ્પેક્ટર ધોળા સાહેબ ઉપસ્થિત હતા , તથા ખોડલધામ ઉપપ્રમુખ તુષારભાઈ લુનાગરિયા ટ્રસ્ટી શ્રી ચિરાગભાઈ શિયાણી વૃંદાવનભાઈ અકબરી સાથે પટેલ સમાજ સોમનાથ અતિથિ ભવન ટ્રસ્ટના ટ્રસ્ટીઓની સાથે લીંબસિયા પરિવારના પ્રમુખ સહિતના અનેક મહાનુભવો ઉપસ્થિત થયા હતા, વિશેષ જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા સાથે રાજકોટ કોંગ્રેસના પ્રમુખ સંજયભાઈ અજુડીયા મહામંત્રી દીપભાઈ ભંડેરી સહિત અનેક મહાનુભવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી , લગભગ દસેક હજાર થી વધુ પબ્લિકની સાથે ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘુમીયા હતા. શિસ્તબદ્ધ થયેલ ખોડલધામના ભવ્ય આયોજન જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
સિંગરોએ પોતાની આગવી વાણી થી સૌ કોઈને મન મૂકી અને નચાવ્યા હતા સિંગર તરીકે નિધીબેન ધોળકિયા, ચાર્મી રાઠોડ, માર્ગીબેન પટેલ નિશાંત ભાઈ જોશી સાથે એંકર રેશમીબેન માણેક તથા હાર્દિકભાઈ સોરઠીયા, આર ડી સોજીત્રા ની સાથે જીત ગઢવી મ્યુઝિક ટીમ સાથે ટેકનિક સાઉન્ડ દિલ્હી ના લોકો એ ભરપૂર વખાણ કર્યા હતા , વિશાલભાઈ ભાઈ રબારી અને. ધોળા પરિવાર સાથે ગરબે પણ ઘૂમ્યા હતા , સાથે 100 થી વધુ સ્વયમ સેવકોએ પોતાની ફરજ અને નિષ્ઠા બજાવી અને નિસ્વાર્થ ભાવે સેવા થકી ક્રાયક્રમ ને દીપાવ્યો હતો.
મુખ્ય આયોજન સમિતિ જીતુભાઈ સોરઠીયા , હસમુખભાઈ લુણાગરિયા , ધીરજભાઈ મુંગરા , હરેશભાઈ સાકરીયા , જયેશભાઈ સોરઠીયા, સંજયભાઈ સાકરીયા , રાજુભાઈ કોયાણી , જયેશભાઈ મેઘાણી , અનિલભાઈ ઠુંમર , મનસુખભાઈ વેકરીયા સહિતના મુખ્ય આયોજન સમિતિએ જહેમત ઉઠાવી હતી.