વિદ્યાનું ધામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી આવી વિવાદમાં આવી છે. હજુ તો પેપર લીકનો વિવાદ શમ્યો નથી ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની બોટલો જોવા મળી હતી. કુલપતિ ગિરીશ ભીમાણીની ઓફિસથી માત્ર 100 મીટર દૂર યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની બોટલો જોવા મળી હતી.
ત્યારે NSUI નેતા રોહિત રાજપૂતે આ બાબતે પ્રતીકીર્યા આપતા જણાવ્યું હતું કે વિદ્યાના ધામમાં નાના-મોટા વિવાદોથી ખરડાયેલી સૌરાષ્ટ્ર યુનીવર્સીટીને વિવાદોમાં જ રહેવું એ તેનો સ્વભાવ થઈ ગયો છે. કોઈ સતાધીશો ધ્યાન નથી દેતા અને વિદ્યાના ધામની અંદર દારૂની બોટલો, કેફી પદાર્થોનું સેવન આવા અનેક કિસ્સાઓ આવે છે ત્યારે દુખની બાબત એ છે કે સતાધીશોને આ બાબતે ચિંતા નથી.
યુનીવર્સીટીના ગ્રાઉન્ડમાં પેન્સિલ મળી શકે છે, બોલપેન, રબર ત્યારે દારૂની બોટલો NSUI રોહિત રાજપૂતે ધન્વંતરિ ઔષધીય ઉદ્યાનમાં બતાવી હતી. ધન્વંતરિ ઔષધીય ઉદ્યાનની સ્થિતિ જંગલ જેવી વેરાન પરિસ્થિતિ બની છે તેવા આક્ષેપો નેતા દ્વારા કરવામાં આવ્યા છે.
ત્યારે કોણ કરે છે યુનિવર્સિટીમાં રાત્રિ દરમિયાન દારૂની મહેફિલ? શું આ છે A ગ્રેડ યુનિવર્સિટીનો દરજ્જો ધરાવતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હકીકત ?? શિક્ષણનું ધામ ગણાતી વિશ્વ વિદ્યાપીઠમાં કચરામાં પણ પેન, પેન્સિલ, કાગળ જેવી વસ્તુઓ નીકળતી હોય છે એવામાં કેમ્પસમાં શરાબની ખાલી બોટલ મળતા અનેક સવાલો ઉપસ્થિત થાય છે.