સ્ટેન્ડીંગ કમીટી દ્રારા 21 લાખનો ખર્ચ મંજુર કરાયો:રોશની સમિતિના ચેરમેન જયાબેન ડાંગરે માન્યો પદાધિકારીઓનો આભાર
રાજકોટ મહાનગરપાલિકાના સ્ટ્રીટ લાઈટના પોલમાં નવા પોલ નંબર નાખી લોકોને સરળતાથી ફરિયાદ કરવામાં અનુકુળતા રહે અને કોર્પોરેશન દ્વારા પણ ત્વરિત ફરીયાદનો નિકાલ થઇ શકે તેવા હેતુથી સ્ટ્રીટ લાઈટના પોલ નંબર લખવામાં આવશે. આ ઉપરાંત મહાનગરપાલિકામાં નવા ભળેલા વિસ્તારોને પણ આવરી લેવામાં આવનાર છે જેમાં 48 રાજ્ય માર્ગો, સોસાયટીઓ, ઇન્ડસ્ટ્રીયલ, જેવું રાજકોટ મહાનગરપાલિકાના હદમાં આવતા તમામ પોલમાં નવા પોલ નંબર લખવાનું કામ અંદાજીત 21 લાખના ખર્ચે સ્થાયી સમિતિ દ્વારા મજુર કરવામાં આવેલ છે.
જે બદલ રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ તેમજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન તેમજ સભ્યનો આભાર રોશની સમિતિ ચેરમેન શ્રીમતી જયાબેન હરીભાઈ ડાંગરે માન્યો હતો. આગામી દિવસોમાં તમામ પોલ પર નંબર લખવાની કામગીરી શરૂ કરવામાં આવશે જેના કારણે જયારે સ્ટ્રીટલાઈટ બંધ હોવાની ફરિયાદ લખાવવાની થાય ત્યારે શહેરીજનોને વધુ અનુકૂળતા રહેશે. શહેરમાં અંદાજે 55 લાખથી પણ વધુ સ્ટ્રીટલાઈટના પોલ હોવાનો અંદાજ છે.