રમત-ગમત, રાસ-ગરબા, અંતાક્ષરી તથા કરાઓકે કાર્યક્રમનું રવિવારે આયોજન
ઈન્ડિયન લાયન્સ રાજકોટની તમામ કલબ દ્વારા તા.13.11ને રવિવારના રોજ બી.જી. ગરૈયા આયુર્વેદ અને હોમીયોપેથીક કોલેજ, કાળીયાર રાજકોટ મુકામે સહ પરિવારનું સ્નેહમિલન કાર્યક્રમ યોજાનાર છે. ત્યારે ‘અબતક’ મીડિયાની શુભેચ્છા મુલાકાતે આવેલા એભલભાઈ ગરૈયા, વિજયાબેન કટારીયા, મયુરભાઈ પાટડીયા, હિનાબેન રામાણી, પરશભાઈ ખોખરે વિશેષ વિગતો આપી હતી.
ઇન્ડિયન લાયન્સ રાષ્ટ્રવાદી , સેવાકીય અને પારીવારીક સંસ્થા દ્વારા રાજકોટ ઇન્ડિયન લાયન્સ વાયબ્રન્ટ , ઇન્ડિયન લાયન્સ ઉડાન , ઇન્ડિયન લાયન્સ અચીવર્સ , ઇન્ડિયન લાયન્સ ફેન્ડસ , ઇન્ડિયન લાયન્સ ક્રાંતી , ઇન્ડિયન લાયન્સ લીયો ના સંયુકત ઉપક્રમે બી . જી . ગરૈયા આર્યુવેદ અને હોમીયોપેથીક કોલેજ , કાળીપાટ , રાજકોટ ખાતે સ્નેહ મિલન તા.13 ને રવિવારના રોજ રાખવામાં આવેલ છે.
આ સ્નેહ મિલન કાર્યક્રમમાં ઇન્ડિયન લાયન્સના ચીફ પેટ્રોન હિતેષભાઈ પંડયા (એડી . પી.આર.ઓ. ટુ સી.એમ. જનસંપર્ક ) ખાસ ઉપસ્થિત રહેવાના હોય જેથી રાજકોટની ઇન્ડિયન લાયન્સની તમામ કલબ મેમ્બરોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે.
રમત – ગમત , રાસ – ગરબાં , અંતાક્ષરી , તથા કારાઓકે કાર્યક્રમનું આયોજન કરેલ હોય આ કાર્યક્રમમાં વિજેતા થનારને ઇન્ડિયન લાયન્સના ચીફ પેટ્રોન શ્રી હિતેષભાઈ પંડયા ( એડી . પી.આર.ઓ. ટુ સી.એમ. જનસંપર્ક ) ના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવશે . નેશનલ વાઈસ ચેરમેન વનરાજભાઈ ગરૈયા , નેશનલ પ્રોજેકટ ડીરેકટર કૌશિકભાઈ ટાંક , નેશનલ સેક્રેટરી વિજયાબેન કટારીયા , નેશનલ જોઇન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલા , નેશનલ સ્ટેટ પ્રેસીડન્ટ સુરેશભાઈ કટારીયા , વાઈસ પ્રેસીડન્ટ ધીરૂભાઈ સુરેલીયા , અને વેસ્ટ સેકટર ચેરમેન મયુરભાઈ પાટડીયા તથા ડો . જયેશભાઈ કતીરા માર્ગદર્શન આપી રહયા છે .
આ કાર્યક્રમને સફળ બનાવવા એભલભાઈ ગરૈયા , હીનાબ્રેન રામાણી , રીટાબેન ચૌહાણ , આશાબેન ભટ્ટી , જાગૃતીબેન ખીમાણી , માયાબેન દતાણી , ભારતીબેન કારીયા , ડો . ઉષાબેન કતીરા , રાજેશભાઈ સોલંકી , નીરવભાઈ સોલંકી , જીજ્ઞેશભાઈ રામાવત , જગદીશભાઈ મિસ્ત્રી , હસમુખભાઈ કાચા , હસમુખભાઈ ગણાત્રા , પ્રાગજીભાઈ ગડારા , રવિભાઈ આહીર , જાગૃતભાઈ ઝીઝુવાડીયા , હુશેનભાઈ બદાણી , વજુભાઈ સોલંકી , જયેશભાઈ જાની , અક્ષયભાઈ અજાગીયા , ભાવેશભાઈ ગેરીયા , કિર્તીબેન કવૈયા , સૌરભભાઈ કાચા , મિનલબેન પરમાર , પ્રશાંતભાઈ લાઠીગ્રા તથા પરેશભાઈ ખોખર જહેમત ઉઠાવી રહયા છે .