Table of Contents

  • શું તમારે એઈમ્સ વિશે જાણવું છે ???’

ભારતના હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વિશેષ મજબૂત બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગત તા.25મી ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે આવેલી એઇમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાતની પ્રથમ એઈમ્સ હોસ્પિટલ એટલે કે રાજકોટ એઇમ્સ હોસ્પિટલ શહેરના જામનગર રોડ પર આવેલા પરાપીપળીયા ગામ પાસે સ્થિત છે. 200 એકર જેટલી વિશાળ જગ્યામાં સ્થિત એવી આ એઇમ્સ કુલ 12 સો કરોડથી પણ વધુના ખર્ચે નિર્માણ પામી છે. ગુજરાતમાં આરોગ્યલક્ષી સેવાઓની ગુણવત્તાને અનેક ગણી વધારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રોજેક્ટ ઘડી અને તેની અમલવારી કરી સાકાર કરવામાં આવ્યું છે. જે સૌરાષ્ટ્ર-ગુજરાતવાસીઓ માટે આશીર્વાદ સમાન છે. ખાનગી હોસ્પિટલો કરતા પણ ખૂબ સારી સુવિધા માત્ર રૂ.10માં મળી રહે છે. એઇમ્સ હોસ્પિટલમાં ઓ.પી.ડી.ની સાથે આઈ.પી.ડી.ની સુવિધા પણ કાર્યરત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત પલમોનરી વિભાગ, આંખ વિભાગ, ઈ.એન.ટી. , ગાયનેક અને પિડીયાટ્રીક વિભાગ તથા સર્જરી વિભાગ વગેરે મળીને કુલ 15 જેટલા અલગ-અલગ વિભાગો કાર્યરત છે. જેમાં દેશના નિષ્ણાત તબીબો સેવાઓ આપી રહ્યા છે. ખૂબ અત્યાધુનિક ટેકનોલોજી સાથે એઈમ્સ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે છે. એઈમ્સ હોસ્પિટલમાં પલમોનરી, આંખ અને ઈ.એન.ટી વિભાગ અદ્યતન સુવિધાથી સજ્જ છે. જેમાંના ઈ.એન.ટી., ઓર્થો અને ડેન્ટલ વિભાગ તથા તેની અત્યાધુનિક મશીનરી અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે.

વરસાદી માહોલને પગલે લોકોમાં કાન, નાક અને ગળાને લગતી બીમારીઓમાં બહોળા પ્રમાણમાં વધારો જોવા મળે છે. વરસાદમાં ભીંજાઈ જવાથી કાનમાં પાણી ભરાતા દુખાવો વધે છે. ત્યારે કાનમાં દુ:ખાવાની સાથે સાથે શરીરના અન્ય ભાગો જેમ કે દાંત અને ગળામાં પણ ઇન્ફેક્શન ફેલાઈ છે. જેના કારણે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળે છે. વાયરલ ઇન્ફેક્શન જેમ કે શરદી, ઉધરસ અને તાવમાં પણ ગળામાં દુખાવો થવો એ સામાન્ય બની રહે છે. તેવામાં દર્દીઓ સામાન્ય તાવ શરદીની મેડિસીન લઈને ગળાને લગતું ચોક્કસ નિદાન કરતા નથી. જેથી ઇન્ફેક્શનમાં ફેલાવો થાય છે. રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં કાન, નાક અને ગળાને લગતા ઇન્ફેક્ટેડ દર્દીઓમાં વધારો નોંધાયો છે. જેનું મુખ્ય કારણ એઈમ્સમાં થતું ચોક્કસ નિદાન છે.

ઉલ્લેખનીય છે, કે એઇમ્સ હોસ્પીટલના ઈ.એન.ટી. વિભાગમાં આધુનિક મશીનરી સાથે તબીબો દ્વારા દર્દીઓનું નિદાન કરવામાં આવે છે. પ્રતિદિન 80 થી 100 જેટલા દર્દીઓની ઓપીડી નોંધાઈ છે. જેમાં દૂરબીન દ્વારા કાન, નાક અને ગળાને લગતા નિદાન કરવામાં આવે છે. જેના માટે ઇ.એન.ટી. વિભાગમાં સિનિયર અને જુનિયર ડોક્ટરની એક ટીમ નિમવામાં આવી છે.

મોંઢાના કેન્સરનું સ્ટેજ -1 અને સ્ટેજ -2 નું નિદાન પણ ઈ.એન.ટી. વિભાગમાં કાર્યરત : ડો.ગરિમા

'Rajkot AIIMS' stands for 'Rajkot AIIMS' for diagnosis-treatment at modest rates from simple pain to surgery.

ઈ.એન.ટી.ના ડો. ગરિમા જણાવે છે, કે એઈમ્સના ઈ.એન.ટી. વિભાગમાં ઓપીડી સેવા કાર્યરત છે. કાન, નાક અને ગળાને લગતી દૂરબીનની તપાસ આ વિભાગમાં કરવામાં આવે છે. બહેરાપણાને લગતી તપાસ પણ કરવામાં આવે છે. હાલમાં ઈ.એન.ટી. વિભાગમાં નવજાત બાળકોની હિયરિંગ્સ ક્લીનિંગ પણ શરૂ કરવામાં આવી છે. આ સિવાય કાકળાનું ઓપરેશન, નાકનું હાડકું સીધું કરવાનું ઓપરેશન અને કાનનો પડદા બદલવાનું ઓપરેશન પણ કરવામાં આવે છે. આ ઉપરાંત હાલમાં ઈ.એન.ટી. વિભાગમાં મોઢાના કેન્સરનું સ્ટેજ 1-2 નું ઓપરેશન પણ કરવામાં આવે છે. વિભાગમાં પ્રતિદિન 80 થી 100 જેટલા દર્દીઓની સારવાર કરવામાં આવે છે. આ સિવાય દર્દીને ચક્કર આવવા અને કાનમાં તમ્મર ચડવી એના માટે પણ અલગથી નિદાન કરવામાં આવે છે, જે ખૂબ જ આધુનિક ટેક્નોલોજી દ્વારા થાય છે. જેમાં દર્દીના 20 થી વધારે ટેસ્ટ કરવામાં આવે છે. આ સેવાનો લાભ પણ હાલ સુધીમાં 35 થી વધારે દર્દીઓ લઈ ચૂક્યા છે. આ ઉપરાંત વરસાદી ઋતુમાં કાનમાં થતી તકલીફ સાથે ઘણા દર્દીઓ સારવાર માટે આવે છે. જેનું એઈમ્સમાં ચોક્કસ નિદાન કરવામાં આવે છે.

અત્યાધુનિક દૂરબીન દ્વારા થાય છે નાક, કાન અને ગળાનું નિદાન

'Rajkot AIIMS' stands for 'Rajkot AIIMS' for diagnosis-treatment at modest rates from simple pain to surgery.

ઉલ્લેખનીય છે કે આ વિભાગમાં નાક, કાન અને ગળાને લગતા ઇન્ફેકશનના નિદાન માટે દર્દીઓને અતિ આધુનિક દૂરબીન થકી તપાસ કરવામાં આવે છે. જેના દ્વારા ગળામાં કાકળા કે અન્ય કોઈ ઇન્ફેશ્કન હોય તેને પણ પકડી પાડવામાં આવે છે. વરસાદી માહોલમાં કાન અને ગળાના ઇન્ફેશન સાથે દર્દીઓમાં વધારો જોવા મળે છે. એવી પરિસ્થિતિમાં મશીનરીઓની મદદથી દર્દીઓને સંતોષકારક અને ઝડપી નિદાન પ્રાપ્ત થાય છે. સૂક્ષ્મ જણાતી બીમારીઓ પણ દૂરબીનની મદદ થકી પકડી પાડવામાં આવે છે. શ્રેષ્ઠ તબીબોની ટીમ દ્વારા દર્દીના નિદાન થકી સાજા કરી દેવામાં આવે છે.

નવજાત શિશુ માટે હિયરિંગ કલીનિંગની વ્યવસ્થાથી વોર્ડ સજ્જ

કાન, નાક અને ગળાના વિભાગમાં નવજાત બાળકોની હિયરિંગ ક્લીનિંગ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ સિવાય કાકળાનું નિદાન પણ કરવામાં આવે છે. તેની સાથે જ મોઢાના કેન્સર ને લગતું સ્ટેજ 1 અને સ્ટેજ 2 નું ઓપરેશન પણ ઈ.એન.ટી. વિભાગમાં કરવામાં આવે છે. નાના બાળકોને લગતા રોગો સામે પણ પ્રતિકાર રૂપ વ્યવસ્થાથી એઈમ્સનો ઈ.એન.ટી. વિભાગ સજ્જ કરવામાં આવ્યો છે.

ચક્કર અને કાનની તકલીફના 20થી વધુ ટેસ્ટ દ્વારા સારવાર થકી દર્દીઓની ચોક્કસ તપાસ

ઉપરાંત દર્દીને ચક્કર આવવાની તકલીફ તથા કાનમાં તમ્મર ચડવી એવી વિવિધ તકલીફોમાં પણ અલગથી નિદાન શરૂ કરવામાં આવ્યું છે.આ નિદાન અતિ આધુનિક ટેક્નોલોજી દ્વારા થાય છે. જેમાં દર્દીના 20 થી વધારે ટેસ્ટ કરવામાં આવે છે. આ સેવાનો લાભ હાલ સુધીમાં 35 થી વધારે દર્દીઓ લઈ ચૂક્યા છે. જેનું પરિણામ ખૂબ જ અસરકારક નીવડ્યું છે. વરસાદી ઋતુમાં દર્દીઓની સંખ્યામાં જ્યારે વધારો થાય છે ત્યારે અતિ ઝડપી નિદાન માટે આ નવી પદ્ધતિ થકી થતું નિદાન ખૂબ જ ઉપયોગી નીવડે છે.

  • ઓર્થો. દર્દીઓને દોડતા કરતા એઈમ્સના તબીબો
  • અલગ-અલગ જિલ્લામાંથી એઈમ્સ ખાતે સર્જરી અર્થે આવતા દર્દીઓ
  • લાંબા સમય સુધી અતિ ગંભીર દુ:ખાવાની પીડા સહન કરતા અનેક દર્દીઓને તબીબોએ સારવાર થકી બિમારીમાંથી ઉગાર્યા

એઇમ્સ હોસ્પિટલમાં ઓ.પી.ડી. ની સાથે આઈ.પી.ડી. ની સુવિધા પણ કાર્યરત છે. આ ઉપરાંત પલમોનરી વિભાગ, આંખ વિભાગ, ઈ.એન.ટી. , ગાયનેક અને પિડીયાટ્રીક વિભાગ તથા સર્જરી વિભાગ વગેરે મળીને કુલ 15 જેટલા અલગ અલગ વિભાગો કાર્યરત છે. જેમાં દેશના નિષ્ણાત તબીબો સેવાઓ આપી રહ્યા છે. ખૂબ અત્યાધુનિક ટેકનોલોજી સાથે એઈમ્સ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે છે. એઈમ્સ હોસ્પિટલમાં ઓર્થો, પલમોનરી, આંખ અને ઈ.એન.ટી વિભાગ અદ્યતન સુવિધાથી સજ્જ છે. જેમાંના ઓર્થો વિભાગ અને તેની અત્યાધુનિક મશીનરી અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે.

ઓર્થો વિભાગમાં સપ્તાહમાં છ દિવસ સુધી ઓ.ટી.ની સેવા ઉપલબ્ધ

ઓ.પી.ડી. ની સાથે આઇ.પી.ડી. સેવાનો લાભ લેનાર દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ઓર્થોમાં આઇપીડી સેવાની શરૂઆતના દિવસોમાં પ્રતિ સપ્તાહ એક ઓપરેશન કરવામાં આવતું હતું, જેમાં વધારો થતાં સપ્તાહમાં બે ઓપરેશન થતાં જે હાલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થતાં સપ્તાહમાં છ દિવસ ઓપરેશનની સેવા આપવામાં આવે છે. જેમાં ઓર્થોપેડિકસ, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, સ્ટાઇન અને ટ્રોમા સર્જરી કરવામાં આવે છે.

દર્દીઓનો ધસારો વધતા સપ્તાહમાં એક ઓ.ટી. હવે છ સુધી પહોંચી છે : ડો.અભિષેક મિશ્રા (ડેપ્યુટી મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ)

સામાન્ય દર્દથી સર્જરી સુધીનું મામૂલી દરે નિદાન-સારવાર એટલે ‘રાજકોટ એઇમ્સ’

એઇમ્સના ડેપ્યુટી મેડીકલ સુપ્રિટેન્ડેન્ટ ડો. અભિષેક મિશ્રા જણાવે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એઈમ્સ હોસ્પિટલનું લોકાપર્ણ થયા બાદ એઇમ્સમાં સારવારનો લાભ લેનાર દર્દીઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થયો છે. હાલમાં ઓર્થો વિભાગમાં પ્રતિદિન 250 થી 300 ઓપીડી નોંધવામાં આવે છે. અલગ અલગ જિલ્લામાંથી દર્દીઓ એઈમ્સમાં સારવાર અર્થે આવે છે. આઇ.પી.ડી. સેવાનો લાભ લેનાર દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ઓર્થોમાં આઇપીડી સેવાની શરૂઆતના દિવસોમાં પ્રતિ સપ્તાહ એક ઓપરેશન કરવામાં આવતું હતું, જેમાં વધારો થતાં સપ્તાહમાં બે ઓપરેશન કરવામાં આવતું જે હાલમાં દર્દીઓની સંખ્યામાં વધતા સપ્તાહમાં છ દિવસ ઓપરેશનની સેવા આપવામાં આવે છે. જેમાં ઓર્થોપેડિકસ, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, સ્ટાઇન અને ટ્રોમા સર્જરી કરવામાં આવે છે. એઈમ્સમાં છેલ્લા પાંચ થી છ માસ દરમિયાન જે અતિ ગંભીર કેસોના નિદાન કરવામાં આવ્યા છે, એમાનો જ એક કેસ 107 વર્ષીય વૃદ્ધ મહિલાનો હતો. જેનું નિદાન ઓર્થો વિભાગમાં કરવામાં આવ્યું હતું. જે ખૂબ જ ક્રિટીકલ કેસ હતો. આ ઉપરાંત એવા અમુક ગંભીર કેસો પણ હતા કે જેમાં દર્દીઓ પંદર થી વીસ વર્ષ સુધી ગંભીર બીમારીઓ સાથે જુજી રહ્યા હોય અને એવી બીમારીઓ સાથે એઈમ્સમાં સારવાર અર્થે આવ્યા હોય, એવા કેસોમાં પણ યોગ્ય નિદાન કરી દર્દીને બીમારીથી ઉગારી ડોકટરો દ્વારા સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે.

પ્રતિદિન 250 થી 300 જેટલી હાડકાના દર્દીની ઓ.પી.ડી.

એઇમ્સ હોસ્પિટલનું લોકાર્પણ થયા બાદ ઓર્થો વિભાગમાં દિન પ્રતિદિન દર્દીઓની સંખ્યામાં નોંધનીય વધારો થતો જોવા મળ્યો છે. ઓર્થો વિભાગમાં પ્રતિદિન 250 થી 300 ઓપીડી નોંધવામાં આવે છે. અલગ અલગ વિસ્તાર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી દર્દીઓ એઈમ્સમાં સારવાર અર્થે આવે છે. ઓ.પી.ડી.ની સાથે આઈ.પી.ડી સેવાનો લાભ લેનાર દર્દીઓમાં પણ ઓર્થો વિભાગ અગ્રેસર છે.

ઓર્થોપેડિક્સ, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, સ્પાઇન અને મગજની બિમારીનું નિદાન બાદ સફળ સર્જરી

ઉલ્લેખનીય છે, કે ઓર્થોમાં આઇ.પી.ડી. સેવાની શરૂઆતના દિવસોમાં પ્રતિ સપ્તાહ એક ઓપરેશન કરવામાં આવતું હતું, જેમાં વધારો થતાં સપ્તાહમાં બે ઓપરેશન કરવામાં આવતું જે હાલમાં દર્દીઓની સંખ્યામાં વધતા સપ્તાહમાં છ દિવસ ઓપરેશનની સેવા આપવામાં આવે છે. જેમાં ઓર્થોપેડિકસ, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, સ્ટાઇન અને ટ્રોમા સર્જરી કરવામાં આવે છે. આ ઉપરાંત અકસ્માતમાં ઇજા પામેલા દર્દીઓને શરીરના કોઈ પણ અંગના હાડકામાં ઇજા થઇ હોય તેવા સંજોગોમાં નિષ્ણાત તબીબની ટીમ દ્વારા ચોક્ક્સ નિદાન થકી દર્દીને જીવનદાન આપવામાં આવે છે.

એઈમ્સમાં 107 વર્ષના વૃદ્ધ મહિલા દર્દીને સાથળનું હાડકું ભાંગી જતા સારવાર થકી નવજીવન અપાયું

વધુમાં એઈમ્સમાં છેલ્લા પાંચ થી છ માસ દરમિયાન જે અતિ ગંભીર કેસોના નિદાન કરવામાં આવ્યા છે, એમાનો જ એક કેસ 107 વર્ષીય વૃદ્ધ મહિલાનો હતો. જેનું નિદાન ઓર્થો વિભાગમાં કરવામાં આવ્યું હતું. જે ખૂબ જ ક્રિટીકલ કેસ હતો. જેમાં 107 વર્ષના વૃદ્ધ મહિલા દર્દીના તૂટેલા હાડકાની સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી હતી. ત્યારે વૃદ્ધ મહિલા દર્દીને જ્યારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યા ત્યારે તેમણે અને તેમના પરિવારજનોએ એઈમ્સ સત્તાધીશો અને તબીબોનો આભાર માન્યો હતો.

જેમાં પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના મવડી ચોકડી નજીક ઉદ્યમનગરમાં રહેતા સમજુબેન પંચાસરા (ઉં.વ.107) નામના વૃદ્ધાનું ઘરમાં જ પડી જતાં તેમને સાથળના ભાગે ઈજા થતાં હાડકું તૂટી ગયું હતુ. પરિવારજનો એ મૂંઝવણમાં હતા કે, આટલી વયે ખાનગી હોસ્પિટલમાં ઑપરેશનમાં રિસ્ક રહેશે. જેથી તેઓએ રાજકોટની એઈમ્સ હોસ્પિટલ પર વિશ્વાસ મૂક્યો હતો. જે બાદ સમજુબેનને એઈમ્સમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એઈમ્સ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો દ્વારા મેજર ઑપરેશન સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યું હતુ. આ દરમિયાન ઓર્થોપેડિક વિભાગના સર્જન ડોકટરોની ટીમ અને નર્સિંગ ઑફસર અને હોસ્પિટલના અન્ય સ્ટાફ દ્વારા સતત ખડેપગે રહીને દર્દીને તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. દર્દીના પરિવારજનોના જણાવ્યા મુજબ, દર્દીને એમના ડાયટ મુજબ હોસ્પિટલ દ્વારા ભોજન સહિત તમામ સારવાર તેમજ 24 કલાક મોનિટરિંગ કરવામાં આવતું હતુ. આમ એઈમ્સમાં 107 વર્ષીય વયો વૃદ્ધાને યોગ્ય નિદાન થકી હેમખેમ ઘરે પરત રજા આપવામાં આવી હતી. આ સિવાય પણ એવા અમુક ગંભીર કેસોમાં પણ કે જેમાં દર્દીઓ પંદર થી વીસ વર્ષ સુધી ગંભીર બીમારીઓ સાથે જુજી રહ્યા હોય અને એવી બીમારીઓ સાથે એઈમ્સમાં સારવાર અર્થે આવ્યા હોય, એવા કેસોમાં પણ યોગ્ય નિદાન કરી દર્દીને બીમારીથી ઉગારી ડોકટરોની ટીમ દ્વારા સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે.

  • મોઢા (જડબા)ના કેન્સરનું નિદાન એઈમ્સના ડેન્ટલ વિભાગમાં શકય
  • ડેન્ટલ વિભાગમાં ચાર નિષ્ણાત તબીબો દંત રોગને લગતી દરેક સમસ્યાનું કરશે ચોક્કસ નિદાન
  • ડેન્ટલ વિભાગમાં અકસ્માતમાં થતી ઇજાઓની સર્જરી અને સારવાર ઉપલબ્ધ

ડેન્ટલ વિભાગમાં અમુક કેસોમાં અકસ્માતમાં ઇજા પામેલાઓને મોઢા (જડબા) માં હાડકાને લગતી અતિ ગંભીર ઈજાઓ હોય છે, જેની સર્જરી પણ આ વિભાગમાં કરવામાં આવે છે. આ સિવાય અત્યાધુનિક દરેક ટેકનોલોજીની સુવિધા ડેન્ટલ વિભાગમાં ઉપલબ્ધ છે. ડેન્ટલ વિભાગ અદ્યતન સાધનોથી સજ્જ છે. દંત રોગના

દરેક નિષ્ણાત ફેકલ્ટી વોર્ડમાં મોજૂદ : ડો.સત્યનારાયણ

ડેન્ટલ વિભાગના ઇન્ચાર્જ ડો. સત્યનારાયણ જણાવે છે, કે ડેન્ટલ વિભાગમાં દર્દીઓની સંખ્યા પ્રતિદિન 60 થી 65 સુધીની છે. વિભાગમાં કુલ ત્રણ નિષ્ણાંત ડોકટરો છે. જે અલગ અલગ રોગોના નિષ્ણાત છે. આ સિવાય જુનિયર ડોકટરોની પણ ટીમ છે. ડેન્ટલ વિભાગમાં મોઢાની અંદર આવેલા ટ્યૂમર (કેન્સર) નું નિદાન પણ કરવામાં આવે છે. એટલું જ નહિ અમુક કેસોમાં અકસ્માતમાં ઇજા પામેલા દર્દીઓને મોઢા (જડબા) માં હાડકાને લગતી અતિ ગંભીર ઇંજ્યુરી થાય છે, જેની સારવાર પણ આ વિભાગમાં કરવામાં આવે છે. હાલમાં અત્યાધુનિક દરેક ટેકનોલોજીની સુવિધા ડેન્ટલ વિભાગમાં ઉપલબ્ધ છે

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.