એજન્સીઓ દ્વારા રોયલ્ટી ચુકવ્યા વગર  ચાલતી ખનીજ ચોરી, રોડની કામગીરીમા ચાલતુ માટી ફીલિંગ સોઈલ ટેસ્ટ સહિતના મુદ્દે રજુઆત કરી પણ તંત્રએ ધ્યાન ન આપ્યું : ગાયત્રીબા વાઘેલાના આક્ષેપ

રાજકોટ અમદાવાદ હાઈવે નવીનીકરણનુ કામ ભાજપ સરકાર ની ગતિશીલ ગુજરાતના ભ્રષ્ટાચારનુ ઉતમ ઉદારહણ જે કામગીરી 2018 મા પુરી કરવાની હતી તે આજે 2023 મા પણ પુરી નથી થઈ. પાંચ વર્ષની ઢીલ અને કામની બેદરકારી સામે સરકારનું ભેદી મૌન છે. એમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ આક્ષેપ કર્યા છે.

તેઓએ જણાવ્યું કે ચીફ એન્જિનિયર નેશનલ હાઈવે થી લઈ મુખ્ય મંત્રી રાજ્યપાલ અને રાજકોટ, અમદાવાદ અને સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટરોને પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા એ આ રોડની શંકાજનક અને ભ્રષ્ટાચાર યુક્ત કામગીરીના મહત્ત્વ મુદ્દાઓની રજુઆત કરેલ જે પ્રત્યે ભ્રષ્ટ સરકારી તંત્રએ કોઈ ધ્યાન આપેલ નથી.

રાજકોટ અમદાવાદ હાઈવેના કામમા ચાલી રહેલ લોલમલોલ અને આ કામની એજન્સીઓ દ્વારા રોયલ્ટી ચુકવ્યા વગર  ચાલતી ખનીજ ચોરી ,રોડ ની કામગીરીમા ચાલતુ માટી ફીલિંગ સોઈલ ટેસ્ટ  અને અતિસંવેદનશીલ બાબત આ કામ દરમ્યાન રોડ સેફ્ટી માટે સરકાર દ્વાર નક્કી કરેલ શરતો મુજબ નાણા ખર્ચવામા આવેલ છે કે કેમ? સહિત ના અનેક મહત્ત્વ ના મુદ્દાઓ ને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ ચિફ એન્જિનિયર નેશનલ હાઈવે ઓથોરિટી, ગાંધીનગર તેમજ રાજ્યપાલ મુખ્યમંત્રીથી લઈ રાજકોટ ,અમદાવાદ અને સુરેન્દ્રનગર ના જીલ્લા કલેક્ટરોને રજુઆતો કરેલ.

પરંતુ કદાચ ભાજપ સરકાર ના મળતિયા કોન્ટ્રાક્ટર  માનીતા અધિકારીઓ ના 40% કમિશન ની હિસ્સેદારી હોય શકે જેથી મો માંગ્યા નાણા વસુલવા છતા પણ આ કામની એજન્સીઓના થાબડ ભાણા થઈ રહ્યા છે રાજ્ય સરકાર અને અધિકારીઓ માત્ર આ રોડ ની કામગીરીની સમીક્ષાઓજ કરે છે અને સરકારની નિષ્ફળતા ને લઈ 30-30 કી.મી.સુધી હાઈવે ટ્રાફિક જામ સર્જાય છે અને ગતિશીલ ગુજરાત સરકાર આ રોડ ની કામગીરી સંભાળનાર અધિકારીઓ અને આ કામની એજન્સીઓ સામે નિયમ અનુસાર પગલાઓ ભરવામા ચુપ છે

પ્રજાનો સમય અનેક મહત્ત્વ ના કામોએ નિકળેલા લોકો અને વાહનો આવા જામ મા ફસાય છે રોડ સેફ્ટીની બાબતો ને પણ નઝર અંદાજ કરવામા આવેછે જેથી અનેક અકસ્માતો પણ સર્જાય છે ત્યારે રાજ્ય ની કહેવાતી ગતિશીલ સરકાર વ્યાપક જનહિત ને ધ્યાનમા લઈ  હરકતમા આવે અને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે અને ફરી વાર આવી મુશ્કેલી ઉભી ન થાય તેના માટે ઉચિત પગલાઓ ભરે એવી સરકાર પાસે આશા રાખીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.