શકિતસિંહે અમદાવાદમાં કરેલા આક્ષેપનો નાયબ મુખ્યમંત્રીએ જવાબ આપ્યો: નર્મદા બંધનું ૮૧ ટકા પાણી ખેડુતોને મળશે
કોંગે્રસના નેતા શકિતસિંહ ગોહિલે અમદાવાદમાં યોજેલી પત્રકાર પરિષદમાં કરેલા આક્ષેપોનો જવાબ નાયબ મુખ્યમંત્રીએ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને આપ્યો હતો. આ પત્રકાર પરિષદ ગઇકાલે સરકીટ હાઉસ ખાતે યોજવામાં આવી હતી. જેમાં નીતીન પટેલેએ કોંગ્રેસને વળતા જવાબો આપ્યાં હતાં. અને રાજકોટ-અમદાવાદ તેમજ રાજકોટ મોરબી વચ્ચે નવો ૬ લાઇન કોઝવે હાઇવે ટુંક સમયમાં બનશે તેવી જાહેરાત કરી હતી.આ પત્રકાર પરિષદમાં નાયબ મુખ્યમંત્રીની સાથો સાથ રાજકોટના પ્રથમ નાગરીક ડો. જનૈમનભાઇ ઉપાઘ્યાય, ધનસુખ ભંડેરી, નીતીન ભારદ્વાજ, ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, ગોવિંદભાઇ પટેલ, કમલેશ મીરાણી, ભાનુબેન બાબરીયા સહીતના અગ્રણીઓ હાજર રહ્યાં હતાં.આ પત્રકાર પરિષદ સંબોધતા નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે વિરોધ પક્ષના નેતાએ આક્ષેપ કર્યો હતો. કે ગુજરાત રાજયમાં હજુ માત્ર ૨૦ ટકા કૃષિ ભૂમિ જ સિંચાઇ હેઠળ આવરવામાં આવી જ તેના ઉતરોતરમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં મોટા ભાગની જમીન સિંચાઇ હેઠળ આવરી લેવામાં આવી છે. નર્મદા બંધનું ૮૧ ટકા પાણી ખેડુતોને આપવામાં આવ્યું છે. તેમજ ૦.૪ ટકા પાણી ઉઘોગોને નર્મદા વિભાગ તરફથી આપવામાં આવ્યું છે અને ૧૮ ટકા પાણી પ્રજાને જેમાં ૯૦૦૦ હજાર ગામડાઓ આવરી લેવામાં આવ્યાં છે.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસના શાસન દરમિયાન સાત વર્ષમાં નર્મદા ડેમના બંધ બનાવવાની મંજુરી આપવામાં આવી નહોતી. પરતુ મોદી વડાપ્રધાન બન્યા બાદ તુરત જ ડેમમાં બંધ બાંધવાની મંજુરી આપવામાં આવી હતી અને લગભગ રાજયમાં દરેક જમીનને નર્મદા સિચાઈ હેઠળ આવરી લેવામાં આવી છે.વેટની તુલનાએ નીતીનભાઈ પટેલે જણાવ્યું હતુ કે ગુજરતા રાજયને દર મહિને વેટની જેટલી આવક થઈ હતી તેની તુલનામાં જીએસટીની આવક ‚ા.૬૦૦ કરોડ ઓછી થઈ છે. જોકે આવનારા સમયમાં ગુજરાત ઉત્પાદક રાજય હોવાથી હજુ મોટી સંખ્યામાં વેપારીઓ જીએસટીમાં રજીસ્ટ્રેશન કરાવશે અને કરદાતાઓની સંખ્યા વધશે હાલમાં આવકમાં ગાબડુ પડયું છે. ભવિષ્યમાં તેની ભરપાઈ થઈ જશે.વધુમાં તેઓએ એક જાહેરાત કરતા જણાવ્યું હતુ કે અગાઉ રાજકોટથી અમદાવાદ વચ્ચે ૬ માર્ગીય રસ્તો બનાવવાની જાહેરાત કરી હતી હાલમાં તેની ટેન્ડર પ્રક્રિયાની મંજૂરી મળી ગઈ છે. અને ટુંક સમયમાં રાજયનાં મુખ્યમંત્રી દ્વારા તેનું ખાતમૂહૂર્ત કરવામાં આવશે તેમજ રાજકોટથી મોરબી વચ્ચે ૪ લેન્ડ કોઝ વે હાઈવે બનાવાની ટેન્ડર પ્રક્રિયા પણ મંજૂર થઈ ગઈ છે. આ પ્રોજેકટ અંદાજીત ૨૫૦૦ કરોડનો છે.ટુંક સમયમાં કામગીરી પ્રારંભ થશે અને ચોટીલા પાસે ૭ કી.મી.નો બાયપાસ કરવાની પણ મજૂરી મળી છે. તેનું કામ પણ સાથોસાથ ચાલુ કરવામાં આવશે.