રાજકોટના વેપારી પાસેથી ખરીદેલ અગરબતીના માલની ચુકવણી માટે ભાવનગરના વેપારીએ આપેલો રૂ. 4ર,461 નતો ચેક પરત ફરવાના ગુનામાં ભાવનગરના વેપારીને કોર્ટે એક વર્ષની સજા અને ચેકની રકમ એક માસમાં ચુકવી આપવા આદેશ કર્યો છે.
આ કેસની વિગત મુજબ રાજકોટના યાજ્ઞીક રોડ ઉપર પટેલ માકેટીંગના નામે વેપાર કરતા કિશોરભાઇ ભીખાભાઇ પાદરીયા પાસેથી ભાવનગરમાં જીલ એન્ટરપ્રાઇઝના માલીક મહીપાલસિંહ રાજેન્દ્રસિંહ સોલંકીએ ધંધાકીય સબંધમાં અલગ અલગ બીલથી રૂ. 44,327 નો મલા મંગાવ્યો હતો. જે પેકીની બાકી રકમની ચુકવણી માટે રૂ. 42,681 નો ચેક આપ્યો હતો. જે ચેક પરત ફરતા રાજકોટના વેપારી કિશોરભાઇ પાદરીયાએ ભાવનગરના વેપારી મહિપાલસિંહ સોલંકી વિરુઘ્ધ ચેક રીટર્નની ફરીયાદ નોંધાવી હતી જે કેસ ચાલવા ઉપર આવતા એડી. ચીફ જયુડી મેજી. લાલવાણીએ બન્ને પક્ષોની રજુઆતો અને દલીલોને ઘ્યાને લઇ ચેક રીટર્ન કેસમાં ભાવનગરના વેપારી મહિપાલસિંહ સોલંકીને એક વર્ષની સજા અને ફરીયાદીને ચેક મુજબની રકમ એક માસમાં ચુકવી આપવા હુકમ ફરમાવ્યો છે.
આ કેસમાં ફરીયાદી કિશોરભાઇ પાદરીયા વતી એડવોકેટ અભયભાઇ ભારદ્વાજ એન્ડ એસોસીએશનના એડવોકેટ અંશ ભારદ્વાજ, દિલીપ પટેલ, ધીરજ પીપળીયા:, અમૃતા ભારદ્વાજ, વિજય પટેલ, કલ્પેશ નસીત ડો. તારક સાવંત, કાર્તીકેય મહેતા, શ્રેયસ શુકલ, કુનાલ દવે અને અનિતા રાજવઁશી રોકાયા હતા.