૧૪૪૧ એકડા મળતા વિજેતા જાહેર કરાયા: સતત બીજી ટર્મમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો
ગુજરાત બાર કાઉન્સીલની યોજાયેલી ચૂંટણીમાં રાજકોટના એડવોકેટ દિલીપભાઇ પટેલે સૌથી વધુ એકડા મેળવી પ્રથમ ક્રમાંકે વિજેતા જાહેર થયા છે. બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં ત્રણ ટર્મથી વિજેતા બનતા દિલીપભાઇ પટેલ છેલ્લી બે ટર્મમાં પ્રથમ ક્રમાંક મેળવી રાજકોટ બાર એસોસિએશનનું ગૌરવ વધાર્યુ છે.
બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ગત તા.૨૮મી માર્ચે યોજાયેલી ચૂંટણીમાં ૨૫ બેઠક પર કુલ ૯૯ એડવોકેટ દ્વારા ઉમેદવારી નોંધાવી હતી. રાજકોટના પાંચ એડવોકેટ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચૂંટણી લડયા હતા.
જેમાં દિલીપભાઇ પટેલ વિજેતા જાહેર થયા છે.
મતગણતરીના પ્રારંભ સાથે જ દિલીપભાઇ પટેલને ૧૪૪૧ એકડા મળતા તેઓ પ્રથમ ક્રમાંકે વિજેતા બન્યા છે.
આ પહેલાં દિલીપભાઇ પટેલે ગત ટર્મની ચૂંટણીમાં પણ પ્રથમ ક્રમાંકે વિજેતા બન્યા હતા. અને તેઓ ગુજરાત બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં સતત ત્રીજી વખત વિજેતા બન્યા છે. અને અગાઉ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન અને વિવિધ કમિટીના ચેરમેન તરીકે ફરજ બજાવી છે. તેઓ ભાજપ લીગલ સેલના પ્રદેશ ક્ધવીનર તરીકે સેવા આપે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,