દરેક વ્યવસાયમાં ગળાકાપ હરિફાઇ પરંતુ રાજકોટના જાહેર ખબરના ધંધાર્થીઓમાં ભાઇચારાની ભાવના
આજે દરેક વ્યવસાયમાં ગળાકાપ હરિફાઇ ચાલી રહી છે ત્યારે રાજકોટમાં જાહેર ખબરના વ્યવસાય સાથે સંકળાયેલા ધંધાર્થીઓ પારિવારિક ભાવના અને ભાઇચારાની લાગણી સાથે પોતાના વ્યવસાયને આકાશની ઊંચાઇ પ્રદાન કરી રહ્યા છે. વૈશ્ર્વિક મહામારી કોરોનાના કારણે બે વર્ષથી અખબારી જગતના માંધાતાઓને મળી શક્યા ન હોવાના કારણે આજે રાજકોટ એડવર્ટાઇઝીંગ સર્કલના તમામ સભ્યોએ ‘અબતક’ મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે તેઓએ સહકારની ભાવના વ્યક્ત કરતા એવી ઘોષણા કરી હતી કે હવે તેઓ એકબીજાના સહકારથી ડિજિટલ અને સોશિયલ મીડિયા ક્ષેત્રે આગળ વધશે.
કોરોના કાળના બે વર્ષના લાંબા અંતરાલ બાદ રાજકોટ એડવર્ટાઇઝીંગ સર્કલના તમામ સભ્યોએ લીધી ‘અબતક’ મીડિયા હાઉસની
આજે રાજકોટ એડવર્ટાઇઝીંગ સર્કલના સભ્યો સર્વેશ્રી દ્રષ્ટિ એડવર્ટાઇઝીંગના ગીરીશભાઇ ત્રિવેદી, મનિષ એડ્સના નિલેશભાઇ ત્રિવેદી, રિઝલ્ટ એડ.ના મેહુલભાઇ દામાણી, સિમ્પલ એડ.ના ભરતભાઇ જોશી અને રાજુભાઇ ઝુંઝા, એડમિરેકલ એડવર્ટાઇઝીંગના હરીશભાઇ પુરોહીત, સર્જન એડવર્ટાઇઝીંગના કમલભાઇ પારેખ, અરિહંત એડવર્ટાઇઝીંગના મહેશભાઇ શાહ, માઇક્રો મીડિયાના ધીરેનભાઇ વાઘેલા, પ્રશાંત પબ્લીસીટીના બકુલભાઇ મહેતા, નયન પબ્લીસીટીના મહેશભાઇ લખતરીયા, ચારૂ પબ્લીસીટીના મૌલીકભાઇ પારેખ, સમ્રાટ પબ્લીસીટીના ચિંતનભાઇ ચાંગેલા, સદ્ગુરૂ એડ.ના ભૂપેન્દ્રભાઇ નંદાણી, ભવ્ય એડ.ના રજનીભાઇ ગોલ, વાઇકીંગ એડવર્ટાઇઝીંગના સંદીપભાઇ ગોહેલ અને પિન્ટુ પબ્લીસીટીના હરેશભાઇ કટારીયાએ આજે ‘અબતક’ મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. તેઓએ જણાવ્યું હતું કે તાજેતરમાં એડવર્ટાઇઝીંગ સર્કલની એક બેઠક મળી હતી. જેમાં સમયની માંગ મુજબ ડિજિટલ અને સોશિયલ મીડિયા ક્ષેત્રે આગળ વધવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શુભેચ્છા મુલાકાત: એકમેકના સહકાર ભાવનાથી જાહેર ખબરના વ્યવસાયને આગળ વધારવાનો બુલંદ ઇરાદો વ્યક્ત કર્યો
જેમાં એકાબીજા પ્રત્યે સહકારની ભાવના દાખવવા સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. પ્રિન્ટ મીડિયાની સાથે હોર્ડિગ્સ અને ડિજિટલ મીડિયા, રેડિયો એડ, સિનેમા એડ, બ્રાન્ડિંગ એડ વગેરે સહિત એડવર્ટાઇઝીંગ સર્કલ સાથે જોડાયેલા હોય તે બધા એકમેકને સહકાર આપી પોતાના વ્યવસાયને આગળ ધપાવશે.
આજે જ્યારે તમામ ક્ષેત્રે ગળાકાપ હરિફાઇ ચાલી રહી છે ત્યારે રાજકોટ એડવર્ટાઇઝીંગ સર્કલ દ્વારા ભાઇચારાની ભાવનાથી ધંધાનો વિકાસ કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે તે ખરેખર પ્રશંસાને પાત્ર છે.