રાહત દરે દાંત તથા કાન-નાકગળા,એલર્જિ અને બહેરાશ ના રોગોનો નિદાન તથા સારવાર કેમ્પ યોજાશે
સૌરાષ્ટ્રની પ્રથમ હરોળની હોસ્પિટલોમાની એક એવી ડો.ઠક્કરની દાંત તથા કાન-નાક-ગાળાની અદ્યતન સર્જીકલ હોસ્પીટલ એન્ડ એન્ડોસ્કોપી સેન્ટર, 15 વર્ષ પુરા કરી 16 માં વર્ષ માં પ્રવેશ કરી રહી છે ત્યારે 1 જુલાઈ ના રોજ રાહત દરે કાન,નાક તથા બહેરાશ ના રોગો નો નિદાન અને સારવાર કેમ્પ.વિદ્યાનગર મેઇન રોડ, 202-લાઇફ લાઇન, બીજે માળે, રાજકોટ ખાતે રાખવા માં આવેલ છે.ઠક્કર હોસ્પિટલ ખાતે કાન નાક ગળા ના સર્જન ડો. હિમાંશુ ઠક્કર કે જેઓ 20 વર્ષ થી પણ વધારે સમય થી રાજકોટ ખાતે પ્રેક્ટિસ કરી રહ્યા છે.તેઓ આ કેમ્પ માં સેવા અપશેજે દર્દી ઓ ને નાક માં શ્વાસ લેવા માં તકલીફ પડતી હોય,કાયમી માથું દુખવું,કાયમી શરદી રહેવી,નાક માંથી પાણી પડવું,તેમના માટે સાયનસ એન્ડોસ્કોપ અને કેમેરા દ્વારા જૂની શરદી, સાયનસ, તથા નાકના મસાનું,નાક ની ત્રાસી હડકી વિ નું નિદાન તથા તેનું નાકવાટે દૂરબીનથી ટાંકા વગરનું ઓપરેશન.નાક્સુર કે જેમાં આંખ માંથી સતત પાણી નીકળતું હોય તેનું નાક વાટે દૂરબીન વડે ચેકા ટાંકા વગરનું ઓપરેશન. કાન ના રોગો જે દર્દી ઓ ને કાન માંથી વારંવાર રસી નીકળતા હોય ,કાન ના પડદા ના કાણાં, ,કાન ની હડકી નો સડો,કાનની બહેરાશનું(ઑડિયોમેટ્રી), ચક્કર ,કાન ના તમરા વિ. નું નિદાન. તથા કાન નું ચેકા ટાંકા વગરનું ઓપરેશન કરી આપવામાં આવશે.ગળા ના રોગો જેવાકે કાંકડા થયરોઇડ મો તથા ગાળા ના કેન્સર નું નિદાન તથા સારવાર અને દર્દીને માત્ર સવારથી સાંજ સુધી જ હોસ્પિટલમાં રોકાણ અને ખૂબ જ ઝડપી રિકવરી મળે છે.
ડો. ઠક્કરના અનેક આર્ટિકલો મેડિકલ ક્ષેત્રની આંતરરાષ્ટ્રીય કક્ષાની જરનલોમાં પ્રસિદ્ધ થયેલ છે. ડો. હિમાંશુ ઠક્કરને આઈ.એમ.એ. ડો. સી. એસ. ઠાકર નેશનલ ઍવોર્ડ અને પ્રાઈડ ઓફ સૌરાષ્ટ્રનો એવોર્ડ પણ મળેલ છે.લોહાણા મહાપરીષદ દ્વારા તેમને ઇન્ટરનેશનલ બેસ્ટ રઘુવંશી વ્યવસાયિક પ્રતિભા અવોર્ડ એનાયત થયેલ છે. ડો. હિમાંશુ ઠક્કર ઇંડિયન મેડિકલ અસોશિએશન રાજકોટના ભુતપૂર્વ સેક્રેટરી તરીકે પણ ફરજ બજાવેલ છે.ભૂતપૂર્વ પ્રેસીડેન્ટ ઈએન્ટી સોસાયટી ઓફ રાજકોટ,ભૂતપૂર્વ પ્રમુખ રઘુવંશી ડોકટર અસોશિએશન રાજકોટ હાલમાં તેઓ લોહાણા મહાજન રાજકોટ ના મંત્રી છે.
તેમની સાથે ડો. મિસીસ કૃપા એચ. ઠક્કર આ હોસ્પીટલમાં દાંતના સર્જન છે કે જેઓ છેલ્લા 17 વર્ષથી પણ વધારે સમયથી પ્રેક્ટિસ કરી રહ્યા છે અને દાંતના અનેક રોગોની સારવારમાં તેમની માસ્ટરી છે જેવી કે ડાપણ દાઢ જેવી કે વાંકી, ત્રાંસી, એકદમ આડી જડબામાં ફસાયેલી વી. તેઓ ગણતરીની મિનિટોમાં જ કાઢી આપે છે આ ઉપરાંત સિંગલ સિટિંગ રુટ કેનાલ ટ્રીટમેન્ટ (છઈઝ), દાંતના મૂડીયાની સારવાર તથા બાળકોમાં સડી ગયેલા દાંતની સારવારમાં તેઓની માસ્ટરી છે તે ઉપરાંત ફિક્સ દાંત, બત્રીસી, સિરામિક દાંત, દાંતની સુંદરતા વધારવા માટે ટુથ વ્હાઇટનિંગ તથા પેઢાના પાયોરિયાની સારવાર આધુનિક સાધનો વડે કરી આપવામાં આવે છે.
કેમ્પનો સમય :- તા.1-07 શુક્રવાર સવારે 10 થી 1 સુધી. અગાઉંથી નામ નોંધાવવું જરૂરી. ડો. ઠક્કરની દાંત તથા કાન-નાક-ગાળાની હોસ્પિટલ, વિદ્યાનગર મેઇન રોડ, 202-લાઇનલાઇન બિલ્ડીંગ, બીજે માળે, રાજકોટ. નામ નોધાવવા માટે ફોન નંબર. 0281-2483434. મો 9106119038.