શહેરમાં કોરોનાએ ફરી એક વાર એકા એક કેસોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે વેકિસનો એક પણ ડોઝ નહી લેનાર અને ખાસ કરીને ધંધા રોજગારી સાથે જોડાયેલા વ્યકિત હજુ સુધી વેકિસના લેવાથી દુર થયા હોય તો તે ઘાતકી બની શકે. વેકિસન નહિ લેનાર સામે અને આર્થિક વ્યવસાય સાથે જોડાયેલા લોકો પર તવાઇ શરુ કરી છે અને વધુ પાંચ ધંધાથી સામે ગુનો નોંધી તેની અટકાયત કરી હતી.
એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. સી.જી. મોરીએ જણાવ્યું હતું કે રવિવારે એ ડીવીઝન વિસ્તાર હેઠળ આવતી જયુબીલી માર્કેટ, ધર્મેન્દ્ર રોડ, પરાબજાર, ગુજરીબજાર સહીતના વિસ્તારોની હોટલ અને દુકાનોમાં સર્ચ ઓપરેશન કરવામાં 60 થી વધુ લોકોની પુછપરછ કરવામાં આવી હતી. જેમાં પાંચ લોકોએ વેકિસનનો એક પણ ડોઝ લીધો નહીં હોવાનું ખુલતા તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસે મવડી પ્લોટમાં રહેતા અને નોકરી કરતા હસુ કાળા લાડવા, હાથીખાનામાં રહેતા અને વેપાર કરતા રાજેશ નંદલાલ બજાજ, સાધુવાસવાણી રોડ પર રહેતા અને વેપાર કરતા કિર્તિકુમાર અજય આહુજા, રિક્ષા ડ્રાઇવીંગ કરતા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રહેતા વિક્રમ ઉર્ફે ભોજુ જીવરાજ મુંધવા, અને જવાહર રોડ પરની મોમાઇ હોટલમાં નોકરી કરતાં લક્ષ્મણ ગાંડા વકાતર સામે ગુનો નોંધી પાંચેયની અટકાયત કરવામાં આવી હતી.આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેવો પોલીસ અધિકારીએ નિર્દેશ આપ્યો હતો.