રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટઈન્ડીઝ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ મેચના બીજા દિવસે નવા ૧૫૦ ફૂટ રીંગ પર સ્કોપીયો અને આઈસર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બીસીસીઆઈનો સ્કોરર સહિત ત્રણ લોકો ઘવાતા અહીની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
વધુ વિગત મુજબ રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે રમાતા ટેસ્ટ મેચના બીજા દિવસે બીસીસીઆઈના માન્ય સ્કોરર દેવ હિરાણી અને અખબારના પત્રકાર તુષાર ત્રિવેદી સહિત બંને આજે સવારે ગ્રાઉન્ડ પર કારમા જઈ રહ્યા હતા ત્યારે નવા ૧૫૦ ફૂટ રીંગરોડ પર પહોચ્યા ત્યારે સામેથી આવતા આઈસર સાથે સ્કોપીયો કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં પત્રકાર તુષાર ત્રિવેદી અનેક સ્કોરર દેવ હિરાણી અને કાર ચાલક દેવરાજને ઈજા પહોચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ ઘટનાની જાણ પત્રકારોને થતા ખાનગી હોસ્પિટલે દોડી ગયા હતા.
ભારત-વેસ્ટઈન્ડિઝ વચ્ચે બીજા દિવસની રમતના સ્કોરિંગ માટે તેઓ શહેરના 150 ફૂટ રિંગ રોડ પરથી જઈ રહ્યા હતા ત્યારે દેશરાજની ગાડીનો બોલેરો પીકઅપ વાન સાથે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ બોલેરો રોડ પરથી ઉતરી ગઈ હતી.