આઝાદી કા અમૃત મહોત્સવ
લોકોમાં એન્ટી કરપ્શન બ્યુરો વિશે વધુ જાણકારી આપવાનો પ્રયાસ: રેસકોર્સ ખાતે યોજાઈ સાયકલ રેલી
એસીબી સીટી પીઆઇ એમ.એમ. સરવૈયા અને રૂરલ પીઆઇ આર. આર. સોલંકી સહિતનો સ્ટાફ જોડાયો
રાજકોટમાં ભ્રષ્ટાચાર અંગે જાગૃતતા લાવવા માટે એન્ટી કરપ્શન બ્યુરો રાજકોટ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાહેર જનતાને ભ્રષ્ટાચાર વિરુદ્ધ જાગૃતિ ફેલાવી એ.સી.બી. વિશે વધુ માહિતગાર કરવામાં આવ્યા હતા.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જુદી-જુદી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં આજ રોજ એન્ટી કરપ્શન બ્યુરો રાજકોટ શહેર પીઆઇ એમ એમ. સરવૈયા તથા એસીબી રાજકોટ ગ્રામ્ય પીઆઇ આર.આર. સોલંકી અને એસીબી મદદનીશ નિયામક કચેરી આર.આર. રાયજાદા સહિત તમામ સ્ટાફના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
એન્ટી કરપ્શન બ્યુરોના કર્મચારીઓ દ્વારા વહેલી સવારે પોતાની ઓફિસથી રેસકોર્સ ખાતે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે લોકોમાં વધુ જાગૃતતા લાવવા માટે લોકો સાથે સીધો સંપર્ક કર્યો હતો. રેસકોર્સ ખાતે લોકોને એસીબીના ડાયલ નંબર ૧૦૬૪ વિશે પણ જાણકારી આપી પેમ્પ્લેટની વહેંચણી કરવામાં આવી હતી.