આ કૌભાંડમાં અગાઉ 7 આરોપી ઝડપાયા હતા
ખોટું પંચનામું રજૂ કરી ખાચર પરિવારના નામે જમીન કરી દીધી હતી
બામણબોરના જીવાપર ગામના ટોચ મર્યાદા ધારાની જમીન કૌભાંડમાં તત્કાલીન તલાટી કમ મંત્રી ભીમાભાઇ કલાભાઇ પરમારની એસીબી રાજકોટ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડમાં અગાઉ 7 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જે હાલ તમામ સુરેન્દ્રનગર સબ જેલમાં છે.
આ કામે તપાસ દરમિયાન તત્કાલીન તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા ભીમાભાઇ કલાભાઇ પરમારનાઓનું આરોપી તરીકે નામ ખુલવા પામેલ છે. તેઓએ આ કામે મામલતદાર અને કૃષીપંચ ચોટીલાની કોર્ટમાં ટોચ મર્યાદા કેસ નં.1-2/2015નો ચાલેલ તેમાં સવાલવાળી સરકારી જમીનો ખાચર કુટુંબના વ્યક્તિઓ પાસે તેનો કબ્જો બતાવતું ખોટુ પંચરોજકામ રજૂ કરેલ હોવાનું તેમજ ખાચર કુટુંબના સભ્યોનું ખોટુ પેઢી આંબાનું પંચરોજકામ બનાવી રજૂ કરેલ હોવાનું તપાસ દરમિયાન ખુલવા પામતા આરોપી ભીમાભાઇ કલાભાઇ પરમારની એચ.પી. દોશી, મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ દ્વારા ધરપકડ કરી રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.