ભક્તિનગર પોલીસે અપહરણના ગુનામાં સંડોવાયેલા પાંચેય શખ્સોને કુવાડવા નજીકથી ઝડપી લીધા
રાજકોટમાં ગઈકાલે ઢેબર રોડ પરથી સાંજનાં સમયે કારમાં ઘસી આવેલા પાંચ શખ્સોએ કાર લેતી દેતી ના પૈસાના પ્રશ્ને એક પરપ્રાંતીય યુવાનનું અપહરણ કર્યું હતું. આ બનાવ અંગેની જાણ ભક્તિનગર પોલીસ ને થતા સ્ટાફ દ્વારા તપાસ હાથધરી પરપ્રાંતીય યુવાનને અપહરણકારોના ચંગુલ માંથી કુવાડવા નજીકથી મુક્ત કરાવ્યો હતો અને પાંચેય શખ્સોની ધરપકડ કરી છે.
બનાવ અંગેની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે,અપહરણનો આ બનાવ ગાડીની લે વેચમાં પૈસાની લેતીદેતીનાં કારણે બન્યો હતો. રાજસ્થાનથી પાંચ – છ શખ્સો ગાડીનાં પૈસા લેવા રાજકોટ આવ્યા હતા અને પૈસાનાં મામલે વિલેશ પરમાર (ઉ.40 ) નું અપહરણ કરાયુ હોવાનું બહાર આવ્યુ છે
ગઈકાલ સાંજે ઢેબર રોડ પરનાં ગેરજ પર રાજસ્થાનનાં વિલેશ પરમાર હતો ત્યારે રાજસ્થાનનાં જ પાંચ શખ્સોએ કારમાં ધસી આવી વાહનનાં પૈસાની બાબતમાં માથાકૂટ કર્યા બાદ કારમાં અપહરણ કરીને ભાગ્યા હતા. દરમિયાન ઘટનાની જાણકારી મળતા જ ભકિતનગર પોલીસની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો
પોલીસ સૂત્રોએ જણાંવ્યુ હતું કે અપહૃત યુવાનને છોડાવવા ટીમો દોડાવી હતી. બાતમી પરથી રાજકોટ પોલીસની ટીમે અંતે કુવાડવા પરથી રાત્રે અપહરણકારોને ઝડપી લીધા હતા અને તેના કબ્જામાંથી રાજસ્થાની યુવાનને છોડાવ્યો હતો. જ્યારે પ્રાથમિક જાણવા મળ્યું હતું કે વિલેશે મનીષ નામના વ્યક્તિને રૂ.2.50 લાખ ઉછીના આપ્યા હતા અને તેની કાર પોતે રાખી હતી.જે કાર પરત લેવા માટે પાંચેય શખ્સો આવ્યા હતા અને અપહરણ કર્યું હતું.