કુખ્યાત ભરત કુંગશીયા અને તેના સાગ્રીતોએ ૧૧ માસ પૂર્વે આ નજીવી બાબતે પાનના ગલ્લે બોલાચાલી કરી વેપારી પર ૧૧ માસ પૂર્વે ફાયરીંગ કરતા સારવારમાં મોત નિપજયું
શહેરના પોપટપરા વિસ્તારમાં અવાર-નવાર આતંક મચાવવાના ગુનામાં સંડોવાયેલા નામચીન ભરત કુંગશીયા અને તેના સાગ્રીતોએ ૧૧ માસ પૂર્વે ભગવતીપરામાં વેપારી પર કરેલા ફાયરીંગના ગુનામાં સંડોવાયેલા યુવાનનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે.
ફાયરીંગનો બનાવ તા.૨૩/૬ ના રોજ સાંજે સાડા છએક વાગ્યે ભગવતીપરા મેઈન રોડ પર સુખસાગર હોલ નજીક સંજરી પાન પાસે બન્યો હતો. આ મામલે એઝાઝ જુણેજાને ગંભીર ઈજા હોવાથી વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેણે સારવાર દરમિયાન અમદાવાદ હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લેતા પરીવારમાં અરેરાટી મચી ગઈ છે. એઝાઝનુ મોત નિપજતા બી.ડીવીઝન પોલીસ મથકના પી.આઈ. વી.જે.ફર્નાન્ડિઝ સહિતના સ્ટાફે નામચીન ભરત કુગશીયા અને તેના સાગરીતો વિરુઘ્ધ હત્યાની કલમનો ઉમેરો કર્યો છે.
અગાઉ બી.ડીવીઝન પોલીસે ફાયરીંગમાં ઘાયલ એઝાઝ (ઉ.૨૧)ના પિતા ફીરોઝભાઈ હબીબભાઈ જુણેજા સંધી (ઉ.૪૦)ની ફરીયાદ પરથી ભરત કુગશીયા અને તેની સાથેના બે શખ્સો સામે હત્યાની કોશીષનો ગુનો નોંઘ્યો હતો. ફીરોઝભાઈએ જણાવ્યા મુજબ પોતે ઈમિટેશનનું કામ કરે છે.
ગત તા.૨૩/૬/૧૮ ના સાંજે ફીરોઝભાઈ પુત્ર અઝાઝને દુકાને છોડાવવા માટે પહોંચ્યા ત્યારે એઝાઝ હાજર ન હોય અને આસપાસની દુકાનવાળાએ કહેલ કે ગોંડલ રોડ પરની ખાનગી હોસ્પિટલ લઈ ગયા છે. જ્યાં ફીરોઝભાઈ પહોંચી એઝાઝને પુછતા ભરત કુગશીયા અને તેના સાગરીતો દુકાને આવી ગાળાગાળી કરતા હોય જેથી એઝાઝે ના પાડતા ભરત કુગશીયા તેની પાસે રહેલા હથીયારમાંથી ફાયરીંગ કરી ભરત સહિતના શખ્સો નાસી છુટયા હતા.
એઝાઝેનુ ઓપરેશન કર્યુ હતુ બાદ તબીયત લથડતા અન્ય ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરવુ પડયુ હતુ. તેમજ તબીયતમાં સુધારો કોઈ સુધારો ન જણાતા વધુ સારવાર માટે એઝાઝને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં લાંબી સારવાર દરમ્યાન એઝાઝે દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો હતો. બી.ડીવીઝન પોલીસ મથકના સ્ટાફે હત્યાની કલમનો ઉમેરો કરી ભરત કુગશીયા અને તેના સાગરીતની શોધખોળ આદરી છે.