યુવતી સાથે પ્રેમસબંધ હોવાથી તેના પિતા,ભાઈ બનેવી અને મંગેતરે યુવકનું એક્ટિવામાં અપહરણ કરી માંડા ડુંગરે લઈ જઇ લોખંડના પટ્ટા અને પથ્થરો મારી લમધાર્યો
શહેરમાં પુનિતનગરમાં આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતા પરિણીત યુવાકનું પ્રેમ સંબંધ મુદ્દે ચાર શખ્સો રેસકોસ થી અપહરણ કરી રામનાથ પરા લઈ જાય ત્યારબાદ માંડા ડુંગર પર લઈ જાય લોખંડના પટ્ટા અને પથ્થરો વડે માર મારતા તેને ગંભીર રીતે ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બનાવની જાર પોલીસને થતા પોલીસ સ્ટાફ હોસ્પિટલે દોડી જઈ યુવકની ફરિયાદ પરથી યુવતીના પિતા,ભાઇ,બનેવી અને મંગેતર વિરુદ્ધ અપરણ અને મારામારીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ પુનિતનગર વૃંદાવન સોસાયટીમાં રહેતા જયદેવભાઈ રાયધનભાઈ મૈયડ (આહીર) (ઉ.વ.22) એ યુવતીના પિતા સંજય ઉર્ફે કાળો નાગ ગોહિલ,તેનો ભાઈ કરણ સંજય ગોહિલ,બનેવી પરાગ ભટ્ટી અને મંગેતર સમીર(રહે.રામનાથ પરા)સામે અપહરણ અને માર માર્યાની ફરિયાદ નોંધાવી છે.જેમાં જયદેવે જણાવ્યું હતું કે,મારા લગ્ન બે વર્ષ પહેલાં થયા હતા હાલ કોઈ સંતાન નથી તેમજ હું જાહેરાત ના બોર્ડ બનાવવાનું કામ કરૂં છું.મારે છેલ્લા ત્રણેક મહિનાથી ઇન્સ્ટાગ્રામ મારફતે રામનાથપરાના સંજય ઉર્ફે કાળાનાગની પુત્રી સેજલ સાથે પરિચય હોય અને અમે એક બીજાને મળતા હોઇએ તેની સગાઈ સમીર સાથે થઈ છે. ગઈકાલે સાંજે હું મારા ઘરે હતો ત્યારે સંજુના બનેવી પરાગભાઈ ભટ્ટીનો ફોન આવ્યો કે તું રેસકોર્સ પાસે આવીજા મારી સાળી સંજુ બાબતે વાત કરવી છે.નહીંતર મોટી માથાકૂટ થઈ જશે અને અમારે ઘરે આવવું પડશે.જેથી હું મારા મિત્ર સાગર કમલેશ બાવાજીના એક્ટિવામાં બેસી રેસકોર્સ બાલભવન પાસે આવ્યો હતો.
ત્યાં સંજુ તેમના બનેવી પરાગ અને ભાઈ કરણ તેમજ મંગેતર હાજર હતા તેઓએ એક્ટિવામાં બેસાડી સમીરે ફડાકા ઝીંકી દીધા હતા.કરણે અને પરાગે પરાણે હાથ પકડી એક્ટિવામાં બેસાડ્યા હતા. ત્યારબાદ તેઓ એક્ટિવા લઈ રામનાથ પરા પહોચ્યા હતા ત્યાં સંજુના પિતા સંજય ઉર્ફે કાળો નાગ મળ્યો હતો અને તેમણે કહ્યું કે હવે આને પતાવી દેવો છે લઈ લ્યો આજીડેમના પટ્ટમાં તેમ કહી મને પરાગ ચલાવતો હતો તે એક્ટિવામાં બેસાડ્યો મારી પાછળ સમીર બેઠો હતો અને ત્યારબાદ અમારી પાછળ સંજય અને તેનો દીકરો કરણ બીજા વાહનમાં પાછળ આવતા હતા.
તેમજ માંડા ડુંગર પાસે મને ચારેય શખ્સોએ ઢીકા પાટુનો મારમાર્યો હતો.ત્યાં લાકડાના પટ્ટા પડેલ હતા તે વાસામાં અને શરીરે મારમાર્યો હતો. થોડીવાર બાદ એક્ટિવામાં બેસાડી ખાડામાં લઇ ગયા હતા અને ત્યાં પથ્થર વડે તેમજ પછાડીને મારમાર્યો હતો.ત્યારબાદ તેઓ ત્યાં જ મૂકી જતા રહ્યા હતા.ત્યાર બાદ મારા પિતા અને ભાઈ શોધી આવ્યા બાદ મને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે યુવકની ફરિયાદ પરથી ચાર શખ્સો સામે અપહરણ અને મારામારીનો ગુનો નોંધી તેની અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.