- ઓનલાઇન સટ્ટામાં રૂપિયા હારી જતા યુવાને આપઘાત કરી જીવન ટુંકાવ્યું
- સુસાઈટ નોટમાં જાણાવ્યું કારણ
- મૃતકનો ફોન કબ્જે કરીને FSl પરીક્ષણ અર્થે મોકલાશે
રાજકોટમાં યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો આવ્યો સામેં આવ્યો છે. જેમાં ક્રિષ્ના પંડિત નામના 20 વર્ષીય યુવાને ફિનાઇલ પી ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ક્રિષ્ના પંડિત BBAના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. મળતી માહિતી મુજબ ઑનલાઇન સટ્ટામાં લાખો રૂપિયા હારી જતા આપઘાત કરી જીવન ટુંકાવ્યું હોવાનું સુસાઈટ નોટમાં જણાવામાં આવી રહ્યું છે. સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા મૃતકનો ફોન કબ્જે કરીને પરીક્ષણ અર્થે FSlમાં મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટમાં યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં ક્રિષ્ના પંડિત નામના યુવાને ફિનાઇલ પી ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ દરમિયાન ઑનલાઇન સટ્ટામાં લાખો રૂપિયા હારી જતા આપઘાત કરી જીવન ટુંકાવ્યું હોવાનું સુસાઈટ નોટમાં જણાવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત આ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા મૃતકનો ફોન કબજે કરાયો અને પરીક્ષણ અર્થે મોબાઈલ ફોન FSl માં મોકલવામાં આવશે. આ સાથે ક્રિષ્ના પંડિત પોતાની કોલેજ ફીના પૈસા પણ ઑનલાઇન સટ્ટામાં હારી ગયો હતો. તેમજ તે BBA ના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. આ ઉપરાંત મૃતકે આત્મહત્યા કરતા પૂર્વે લખી હતી.
કઈ એપ્લિકેશનના માધ્યમથી તે કેટલા રૂપિયા હારી ચૂક્યો છે તે બાબતે પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે. આ સાથોસાથ આજના માતા પિતાને પણ વિનંતી છે કે તે કોઈ ડાઉટના કારણે નહીં પરંતુ પોતાના બાળકોની સેફ્ટીના કારણે સમયાંતરે તેમના ફોન ચેક કરતા રહે, જેથી તેમના બાળકો તેમના મોબાઈલ ફોનમાં શું કરી રહ્યા છે તે બાબતની જાણ તેમના માતા-પિતાને પણ યોગ્ય સમયે થાય.