- શાપર વેરાવળ પાસે પારડી ગામે શ્વાન કરડતા 50 વર્ષીય બીજયકુમાર દાસનું મોત
- કુતરું કરડતા સારવાર અર્થે ખસેડાયા હતા
Rajkot : શહેરની ભાગોળે ગોંડલ હાઇવે પર આવેલા પારડી ગામે શ્રમિક આધેડ ઉપર શ્વાનોના ટોળાએ હુ-મલો કરી ફાડી ખાતા તેનું મો*ત નીપજયું હતું. ત્યારે નશામાં રહેલા શ્રમિક ઉપર શ્વાનોએ હુ-મલો કરી બચકા ભરી લેતા સ્થાનિકોએ શ્વાનોને ભગાડી યુવાનને સારવાર દરમિયાન ખસેડાયા હતા.
જો કે ગંભીર હાલતમાં રહેલા આધેડનું સારવારમાં મો*ત નિપજયું હતું. અનુસાર માહિતી મુજબ પારડી ગામે આવેલા કારખાનામાં મજુરી કામ કરતા બિજયદાસ સહદેવદાસ નામના શ્રમિક આધેડ ગત શનિવારે કુતરું કરડતા સારવાર અર્થે ખસેડાયા હતા. ત્યારે આ દરમિયાન શ્વાનોના ટોળાએ નશામાં ધુત આધેડ ઉપર હુ-મલો કરી બચકા ભરી લીધા હતા. જેથી ત્યાંથી પસાર થતા સ્થાનિક લોકોએ શ્ર્વાનોને ભગાડી ગંભીર રીતે ઘવાયેલા આધેડને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. જો કે ટુંકી સારવાર દરમિયાન તેમનું હોસ્પીટલના મો*ત નીપજયું હતું.
મળતી માહિતી મુજબ, અવારનવાર શ્વાન દ્વારા બાળકો અને વૃદ્ધ પર હુમલો કરવામાં આવતો હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે હાલ રાજકોટના પારડી ગામમાં બનેલી ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે. જ્યાં 4 જેટલા શ્વાને એક પરપ્રાંતિય યુવક પર હુ-મલો કર્યો હતો. તેમજ 4 શ્વાને મળીને યુવકને જાણે ફાડી ખાધો હતો. ત્યારબાદ યુવક લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો.
પારડી કિસાન ગેટ પાસે આવેલી ફેક્ટરીમાં કામ કરતા યુવાન પર ચાર શ્વાન તૂટી પડ્યા હતા. ત્યાર બાદ યુવક લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. ત્યારે તેને 108 દ્વારા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મૃ-ત્યુ નીપજ્યું હતું. તેમજ સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે શ્વાને પરપ્રાંતિય યુવક પર હુ-મલો કર્યો હતો. હાલ આ સમગ્ર ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે, જ્યારે સમગ્ર મામલે શાપર વેરાવળ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી શાપર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પીટલે દોડી જરૂરી કાર્યવાહી કરી મૃ*તદેહનું ફોરેન્સીક PM કરાવાયું હતું. ત્યારે આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે