સોશિયલ મિડીયામાં લાઈક અને ફોલો મેળવવાની લાલસામાં યુવક-યુવતીઓમાં પોતાનો અને અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકે છે.જેથી આવા બનાવો થતા અટકાવવા પોલીસ દ્વારા ગુનો નોંધી કાયદાનું ભાન કરાવવામાં આવે છે ત્યારે ગઈકાલે અમીન માર્ગ પર વરસતા વરસાદ વચ્ચે એક મહિલાએ સરા જાહેર રોડ પર સ્ટન્ટ કરી તેના ઈન્સ્ટાગામ પર અપલોડ કરતા અને આ વિડીયો વાયરલ થતાં માલવિયા પોલીસ હરકતમાં આવી હતી અને જાહેર રોડ પર લોકોના જીવના જોખમે સ્ટંટ કરી ટ્રાફીક જામ સર્જનાર યોગા ટીચર દિના પરમાર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
જાહેર માર્ગ પર વીડ્યિો બનાવી વાયરલ કરતા માલવિયાનગર પોલીસે ગુનો નોંધી માફી મંગાવી
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ અમીન માર્ગ પર એક મહિલા દ્વારા વરસતા વરસાદમાં સરા જાહેર સ્ટંટ કરી વાહન ચાલકોને અટકાવી ટ્રાફીક જામ સર્જી બાદમાં મહિલાએ રિલ્સ તેના ઈન્સ્ટાગ્રામમાં અપલોડ કરતા વિડીયો વાયરલ થતા માલવીયા નગર પોલીસ મથકના પીઆઈ એ.બી.જાડેજા , પીએસઆઇ મહેશ્વરી સહીતના સ્ટાફે તપાસ કરતા સ્ટન્ટ કરનાર મહિલા સમૃધ્ધ સોસાયટીમા જીનીયસ હાઈટસમાં રહેતી અને જીમમા શિક્ષીકા તરીકે નોકરી કરતી દિનાબેન નરેન્દ્રભાઈ પરમાર હોવાનુ બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. અને આ શિક્ષિકા પાસે ફરીથી આવું કૃત્ય ન કરે તેવી માફી માંગતા હોવાનો વિડીયો બનાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયામાં લાઈક મેળવવા માટે યુવક યુક્તિઓ દ્વારા પોતાના અને અન્ય લોકોના જીવ જોખમમાં મૂકી આવા સ્ટંટ કરવામાં આવે છે. ત્યારે પોલીસ દ્વારા તેમના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવવામાં આવે છે.