માઈક્રો ઓબ્ઝર્વરોને બુથ સ્તરની કામગીરી વિષે વિસ્તૃત સમજણ અપાઇ
શહેરના હેમુ ગઢવી હોલ ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા માઇક્રો ઓબ્ઝર્વરોની તાલીમ કાર્યશાળા યોજાઈ હતી. કાર્યશાળામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી બ્રિજેશ કાલરીયાએ સેશન લઇ માઈક્રો ઓબ્ઝર્વરોની સંપૂર્ણ કામગીરી પર પ્રકાશ પાડ્યો હતો. માઇક્રો ઓબ્ઝર્વરોને સોંપવામાં આવેલ મતદાન મથક પરની મતદાનની સંપૂર્ણ પ્રક્રિયા પર દેખરેખ રાખવા તેમજ આગામી દિવસોમાં ચૂંટણી પ્રક્રિયા સુચારુ, શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પરિપૂર્ણ કરવામાં આવે તે માટે માઈક્રો ઓબ્ઝર્વર તરીકેની ફરજો- કામગીરી અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.આ તાલીમ કાર્યશાળામાં જનરલ ઓબ્ઝર્વર નીલમ મીણા, પ્રીતિ ગેહલોત, વી. વી. જ્યોત્સના, શિલ્પા ગુપ્તા, મિથિલેશ મિશ્રા, સુશીલકુમાર પટેલ, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અરૂણ મહેશ બાબુ તથા અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ. જે. ખાચરએ ઉપસ્થિત રહી પ્રશ્ર્નોત્તરી દ્વારા માઇક્રો ઓબ્ઝર્વરોને સોંપવામાં આવેલી કામગીરી વિશે વધુ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.