- હજારો કડવા પાટીદાર ભાઈ-બહેનો દ્વારા ભવ્યાતિ ભવ્ય મહાઆરતી આતશબાજી સાથે માઁં ઉમિયાને ફુલડે વધાવાયા
- 10,000 થી વધુ મોબાઈલ ફલેશ લાઈટથી મા ઉમિયાની ભવ્ય મહાઆરતી
શહેરના સેક્ધડ રીંગ રોડ પર ઉમિયાધામ સિદસર પ્રેરીત કલબ યુવી દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ માં ગઈ કાલે આઠમા નોરતા નિમીતે યોજાયેલ મહાઆરતીની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી. અનેક પાટીદાર શ્રેષ્ઠીઓ, ખેલૈયાઓ દર્શકો અને આયોજકો એ આતશબાજી સાથે માતાજીની આરતી કરી હતી. ભવ્યાતિ ભવ્ય મહાઆરતીમાં અનોખુ ધાર્મીક વાતાવરણ સર્જાયુ હતુ. કલબ યુવી નવરાત્રી ગ્રાઉન્ડમાંં ઉમિયા માતાજી મંદિરમાં મા ઉમિયાની પૂજા અર્ચના સાથે રાત્રીના 10 કલાકે મહાઆરતીમાં હજારો ખેલૈયાઓ અને દર્શકોએ ભાગ લીધો હતો.
રાજકોટના 1પ0 ફુટ રીંગ રોડ પર આયોજીત કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં હર વષર્ર્ની માફક આ વર્ષ પણ ભવ્યાતીભવ્ય મહાઆરતીનું આયોજન થયું હતુ.. કલબ યુવી રાસોત્સવના ગ્રાઉન્ડમાં કડવા પાટીદાર કુળદેવી મા ઉમિયાના મંદિરની સ્થાપના કરવામાં આવે છે. તેમજ દરરોજ તેમની પુજા અર્ચના અને વિવિધ મહાનુભાવો દ્વારા આરતી કરવામાં આવે છે. ગઈકાલે આઠમાં નોરતે કલબ યુવી આયોજીત મહાઆરતીમાં ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલ, ઉપપ્રમુખ જગદિશભાઈ કોટડીયા, ચિમનભાઈ શાપરીયા, સંગઠન સમિતિના કૌશીકભાઈ રાબડીયા, ગાંઠીલા મંદિરના નીલેશભાઈ ધુલેશીયા, સંજયભાઈ કોરડીયા, ગુજરાત સરકારના મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મંત્રી અરવિંદભાઈ રૈયાણી, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ્ ભરતભાઈ બોધરા, તથા પાટીદાર સમાજની વિવિધ સંસ્થાના અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ મહાઆરતીમાં જોડાયા હતો.
ગઈ કાલે આઠમું નોરતું કડવા પાટીદાર કુળદેવી મા ઉમિયાનું નોરતુ મનાય છે. આઠમાં નોરતે મા ની ભવ્યાતીભવ્ય મહાઆરતી કરવામાં આવે છે. ઉમિયાધામ સિદસર પ્રેરીત કલબ યુવી રાસોત્સવના ગ્રાઉન્ડમાં આવેલ મા ઉમિયાના મંદિરમાં માતાજીની આરતી પૂજન અર્ચન સાથે મહાઆરતી નો પ્રારંભ કરાયો હતો. કલબ યુવી ના ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ દર્શકો સહીત 10000 થી વધુ માનવ મેદની એ મોબાઈલ ની ફલેશ લાઈટ દ્વારા માતાજીની આરતી કરી હતી. મહાઆરતી દરમ્યાન સમગ્ર ગ્રાઉન્ડની લાઈટો બંધ કરી ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. મહાઆરતી સમયે આતશબાજીથી આકાશમાં રંગબેરંગી વાતાવરણ છવાયુ હતુ. તેમજ એર ગન મારફત માતાજીના મંદિર તથા જનમેદની પર પુષ્પવર્ષ કરવામાં આવી હતી. કલબ યુવી ના ગ્રાઉન્ડમાં કડવા પાટીદાર ભાઈઓ બહેનો હજારોની સંખ્યામાં ઉમટી પડયા હતા ત્યારે આયોજકો દ્વારા કોઈ પણ પ્રકારની દુર્ધટનાને ટાળવા માટે તકેદારી ના ભાગરૂપે પ્રજવલીત દિવડાની બદલે પોત પોતાના મોબાઈલની ફલેશ લાઈટ દ્વારા માતાજીની આરતી કરાય હતી. સમગ્ર મહાઆરતી દરમ્યાન અદભૂત ભક્તિસભર વાતાવરણ સર્જાર્યુ હતુ. ખલૈયાઓ દર્શકો દ્વારા પોતપોતાની જગ્યાએ ઉભા રહી માની આરતી અને પૂજને સ્ક્રીન પર લાઈવ નિહાળી હતી.
કલબ યુવીના આંગણે મા ઉમિયા માતાજીની મહાઆરતીમાં કલબ યુવીના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, વાઈસ ચેરમેન સ્મિતભાઈ કનેરીયા, ક્ધવીનર કાંતીભાઈ ધેટીયા, ડાયરેકટરો એમ઼એમ઼પટેલ, જવાહરભાઈ મોરી, જીવનભાઈ વડાલીયા, મનસુખભાઈ ટીલવા, પાટીદાર શ્રેષ્ઠીઓ તથા ઉદ્યોગપતિઓ નાથાભાઈ કાલરીયા, વલભભાઈ વડાલીયા, મનસુખભાઈ પાણ, દિપકભાઈ ગોવાણી, દિલીપભાઈ ધરસંડીયા, રાજનભાઈ વડાલીયા, રાજુભાઈ કાલરીયા, શ્યામલ શિપન ગુ્રપના ભરતભાઈ ડઢાણીયા, અમીતભાઈ ત્રાંબડીયા, રમણીકભાઈ ભાલોડીયા, કલાસીક ગુ્રપના સીતેષ્ભાઈ ત્રાંબડીયા, કેતનભાઈ ધુલેશીયા, દિનેશભાઈ અમૃતીયા, કાંતીભાઈ માકડીયા, સૌરાષ્ટ્રભરની વિવિધ પાટીદાર સંસ્થાઓના હોદેદારો, ટ્રસ્ટીઓ તથા આમંત્રીત મહાનુભાવોએ આરતીમાં જોડાય મા ઉમિયાની આરાધના કરી હતી.