રૂ.1.55 લાખની રોકડ સાથે 1ર મહિલા ઝડપાય

રાજકોટ શહેરના રેલનગર શેરી નંબર ર માં રાધીકા ડેરી સામે રહેતા ઇલાબા મુળરાજસિંહ સોલંકીના મકાનમાં ચાલતા જુગારધામ પર ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી જુગાર રમતી 1ર મહિલાને ઝડપી લઇ જુગારના પટમાંથી રૂ. 1.55 લાખની રોકડ કબ્જે કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહીતી મુજબ રેલનગર શેરી નં. ર માં આવેલી રાધીકા ડેરીની સામે રહેતા ઇલાબા મુળરાજસિંહ સોલંકી નામની મહિલા તેના મકાનમાં જુગારનો અખાડો ચલાવી રહી હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઇ. એમ.ડી. ડામોરની ટીમને મળી હતી.

ક્રાઇમ બ્રાન્ચની ટીમે માહીતીના આધારે રેલનગરમાં ઇલાબાના મકાનમાં જુગારનો દરોડો પાડી જુગાર રમતા ઇલાબા સોલંકી સહીત પોલીસ હેડ કવાર્ટર બ્લોક નં.4, ગ્રાઉન્ડ ફલોર પાણીના પ્લાન્ટ પાસે રહેતા મુકતાબેન રમેશભાઇ વાઘમસી, કેવડાવાડી-10 ના દિપાબેન ભાવેશભાઇ પોપટ, રેસકોર્ષ નજીક મેમણ બોડીંગ પાસે રહેતા હિનાબેન બેનસજીભાઇ સોનાગાઉકર, ગોકુલધામ પાસે આવેલા ગોપાલ પાર્ક-3 ના વનીતાબેન રામજીભાઇ વાઘેલા, કોઠારીયા રોડ પર આશાપુરા સોસાયટી શેરી નં. 16 માં રહેતા રમાબા ચંદુભા ગોહિલ, રેલનગરમાં શ્યામ કૃષ્ણ વર્મા એપાર્ટમેન્ટ ફલેટ નં. 101 માં રહેતા નફીસા ઉર્ફે ખુશી સલીમભાઇ માણેક, રણછોડદાસ બાપુના આશ્રમ પાસે ડી માર્ટ નજીક રહેતા ભાવનાબેન દિનેશભાઇ પીઠડીયા, કેવડાવાડી-1 માં રહેતા આરતીબેન વસંતભાઇ રાયચુરા, રેલનગર શેરી નં. ર માં રહેતા મીનાબા ધીરુભા ચુડાસમા: કેવડાવાડી-1 માં રહેતા ધનુબેન ભુપતભાઇ રાઠોડ અને રેલનગર સાઇપાર્ક બ્લોક નં. 4758 રહેતા હંસાબેન શ્રીપ્રસાદ રાણા નામની મહિલાઓને ઝડપી લઇ લીધી છે.

જયારે જુગારના પટમાંથી રૂ. 1.55 લાખની રોકડ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઇ. એમ.ડી. ડામોર, એ.એસ.આઇ. ચેતનભાઇ ચાવડા, હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ઝાલા, પ્રદિપસિંહ જાડેજા અને અશોકભાઇ ડાંગર સહીતના સ્ટાફે કબ્જે કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.