શહેરમાં બસ-સ્ટેન્ડ પાછળ કનક રોડ પર આવેલ ક્રિએટિવ ચેમ્બરમાં હોસ્પિટલ ધરાવતાં સિનિયર યુરોલોજીસ્ટ તબીબ સાથે કાર અથડાવવાના મુદ્દે ત્યાં જ ઓફીસ ધરાવતા શખ્સે ઝઘડો કરી મારામારી કરતાં એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
માહિતી મુજબ શહેરમાં નિર્મલા કોન્વેન્ટ રોડ પર સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી શેરી નં.3 માં રહેતાં ડો.પ્રદીપકુમાર શાંતિલાલ શેઠ (ઉ.વ.-75) એ પોતાની નોંધાવેલ ફરિયાદમાં આરોપીમાં ક્રિએટિવ ચેમ્બરમાં ઓફીસ ધરાવતાં પ્રફુલ ટીલવાનું નામ આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, તેઓ કનક રોડ ઉપર આવેલ ક્રીએટીવ ચેમ્બરમાં બીજા માળે શાંતિ હોસ્પીટલ ધરાવે છે અને પોતે યુરોલોજીસ્ટ સ્પેશ્યાલીસ્ટ છે. ગઈ તા. 01/09 ના રાત્રીના આઠેક વાગ્યાના તેઓ પોતાની કાર ચલાવીને હોસ્પીટલે આવતાં હતાં ત્યારે ક્રીએટીવ ચેમ્બરના પાર્કીંગની અંદર દરવાજા પાસે એક કાર પડેલ હોય જેથી તેઓ કારનો વળાક લઇ પાર્કીંગમાં પ્રવેશ કરતા ત્યાં પાર્ક થયેલ કારને થોડી અડી ગયેલ હતી અને તેઓને હોસ્પીટલમાં દર્દી હોય જેથી તેની કાર પાર્કીંગમા પાર્ક કરીને મારી હોસ્પીટલમા જતાં રહ્યા હતાં.
બાદમાં તેઓ હોસ્પીટલની અંદર ઓફીસમા બેઠાં હતાં ત્યારે કારનો માલીક પ્રફુલ ટીલવા ઓફિસમાં ઘસી આવી અને ઉશ્કેરાય જઈ જોરજોરથી રાડો પાડીને કહેવા લાગેલ કે, તમે કેમ મારી કાર સાથે તમારી કાર ભટકાડી છે? મારી ગાડીમા નુકશાન થયેલ છે જેથી નુકશાનના પૈસા આપવાનું કહેતાં તેમને તમારી કારમાં કેટલુ નુકશાન થયેલ છે, તે જોઇ લો અને તમારી ગાડીમા વિમો હોય તો વિમામાં રીપેર કરાવી નાખો જે કોઇ ચાર્જ થશે તે હું તમને ચુકવી દઇશ.જે મામલે એકદમ ઉશ્કેરાય ગાળો આપી ફડાકા ઝીંક્યા હતાં. તેમજ ધક્કો મારીને પછાડી દઈ ઢીકા-પાટુનો માર મારયો હતો. દરમિયાન સ્ટાફના માણસો વચ્ચે પડતા આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. બાદમાં તબીબને હાથમાં ઇજા પહોંચી હોવાથી તેમને સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં.જ્યારે બનાવ મામલે એ. ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે આરોપી પ્રફુલ ટીલવાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથધરી છે.