હાઇબોન્ડ ગ્રુપના મનસુખભાઇ પાણ અને ચેતનભાઇ પાણની સેવાકીય કામગીરી:રાજકોટના સ્મશાનોમાં વેઈટીંગ રહેતા સરધાર ગામે અંતિમ સંસ્કાર માટેની સુવિધા ઉભી કરાઈ
કોરોના મહામારીથી જનજીવન ડામાડોળ બની ગયું છે. સતત વધી રહેલા સંક્રમણથી ઘર-ઘરમાં કોરોના ફેલાઈ ગયો છે. દર્દીઓની સાથે તેના પરિવારજનો પણ દવા સારવારથી લઈ હોસ્પિટલમાં દાખલ થવા ઉપરાંત અનેક લોકો મૃત્યુને ભેટી ર્હ્યા છે. ત્યારે મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે સ્મશાનોમાં પણ લાંબુ વેઈટીંગ જોવા મળી રહ્યું છે. આ કપરી પરિસ્થિતિમાં હાઈબોન્ડ સીમેન્ટના માલિક મનસુખભાઈ પાણ અને ચેતનભાઈ પાણ તેમજ પાણ પરિવાર લોકોને પડતી મુશ્કેલીઓ નિવારવા ખડેપગે ઉભા રહ્યા છે.
સમસ્ત ગ્રામજનોનો સેવાકાર્યોમાં મોટો સહકાર
મનસુખભાઈ પાણના માર્ગદર્શન હેઠળ પોતાના જ ગામ સરધાર ગામે અંતિમ સંસ્કાર માટેની સુલભ વ્યવસ્થા ઉભી કરાઈ છે. ખાસ કરીને રાજકોટ મહાનગરમાં સ્મશાનોમાં અંતિમ સંસ્કાર માટે પણ લાંબી લાઈનો લાગતા આ કાર્ય હાથ ધર્યું છે. આ કાર્યમાં તેઓને સમસ્ત ગ્રામજનોનો સુંદર સહકાર પ્રાપ્ત થઈ રહ્યો છે. રાજકોટથી આવતા મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે લાકડાની જરૂરીયાત પુરી કરવા ગામલોકોનો ખૂબ સારો સપોર્ટ મળી રહ્યો છે.
ગામમાં કોરોના દર્દીઓની નિ:શુલ્ક સારવાર દવા, ઓકિસજનના પણ સપ્ય કરાઈ છે
ખાસ કરીરને આ કામમાં ગ્રુપના 25 થી 30 યુવાનો મહેનત કરી રહ્યા છે. રાજકોટ કે આસપાસનાં વિસ્તાર જયાંથી શબ આવે તેના વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે.આ ઉપરાંત સરધાર ગામમાં જેટલા કોરોના દર્દીઓ છે તેમની સંપૂર્ણ નિ:શુલ્ક સારવાર કરવામાં આવી રહી છે. ગામમાં ખાસ દર બે દિવસે રાજકોટથી ડોકટરની ટીમ પેશન્ટોના ચેકઅપ માટે આવે છે. દર્દીઓને દવા, સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે. આ ઉપરાંત જે દર્દીને ઓકિસજનની જરૂરીયાત છે. તેઓને નિ:શુલ્ક ઓકિસજનના બાટલા સપ્લાય કરવામાં આવે છે.રાજકોટની ભાગોળે આવેલા આ સરધાર ગામના ગ્રામજનો મનસુખભાઈ પાણના માર્ગદર્શન હેઠળ સુંદર સેવાકાર્ય કરી રહ્યા છે. તેમજ આસપાસ જયાં સ્મશાનમાં લાકડાની જરૂરિયાત છે ત્યાં લાકડા પણ સપ્લાય કરવામાં આવે છે.