સિવિલમાં સિક્યુરિટી ગાર્ડ શોભાના ગાઠીયા સમાન
સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ શોભાના ગાઠિયા સમાન હોય તેવું હાલ લાગી રહ્યું છે.સિવિલમાં આવતા લોકોને પોતાની તબિયતની સાથે મોબાઈલ અને બાઈકનું વધારે પડતું ધ્યાન રાખવું પડે છે.કેમ કે ગઠીયાઓ દ્વારા દર્દી કે પછી તેના સગાઓના મોબાઈલ સહિતની ચોરી કરાતી હોવાના કિસ્સાઓ અવાર-નવાર સામે આવે છે. ત્યારે ગઈકાલે સિવિલમાં ગાયનેક વિભાગમાં ફરજ બજાવતા ડો. કમલ દલપતપુરી ગોસ્વામીનો રૂમ.30 હજારની કિંમતનો ફોન ગઠીયો ચોરી ગયો હતો.જેથી તેને પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
વિગતો મુજબ રૈયા રોડ પર સદગુરૂ તીર્થધામ પાછળ રૈયા રોડ પર રહેતા અને સિવિલમાં ગાયનેક વિભાગમાં તબીબ (એમ.ડી.) તરીકે ફરજ બજાવતા ડો.કમલ ગોસ્વામીએ ફરિયાદમાં જણાવ્યું કે તે અને તેના પત્ની ડો. કવિતા બન્ને ગાયનેક વિભાગમાં નોકરી કરે છે. ગઈકાલે સવારે તે તેના પત્ની સાથે સિવિલમાં ફરજ પર આવ્યા બાદ તે ઓ.પી.ડી. બિલ્ડિંગમાં પહેલા માળે સગર્ભા ઓ.પી.ડી. વિભાગમાં દર્દીઓને તપાસવા માટે ગયા હતા.
જ્યારે તેના પત્ની ટ્રોમા સેન્ટરમાં ઓપરેશન થિયેટરમાં ગયા હતા.ડો.કમલ દર્દીઓને તપાસ ઈમરજન્સી બિલ્ડિંગમાં ત્રીજા માળે સ્થિતિ એચ.ઓ.ડી. વિભાગની ઓફિસે જવા નીકળ્યા હતા.તે કેસ બારી પાસે લિફ્ટની રાહ જોઈ ઉભા હતા. ત્યારે તેની પાસે ઉભા રહેલા 20થી 25 વર્ષના અજાણ્યા ગઠીયાએ તેની નજર ચુકવી રૂા.30 હજારનો મોબાઈલ કે તેના શર્ટના ખિસ્સામાં હતો તે ચોરી લીધો હતો. ત્યારબાદ ડો.કમલ તેની ઓફિસમાં ગયા હતા. જ્યાં તેનો મોબાઈલ જોવા ન મળતા ચોરી થયાની જાણ થતાં ફરીયાદ નોંધાવતા પ્ર.નગર પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.