ગાળો બોલવાની ના પાડતા ચાની હોટલના સંચાલક અને કર્મચારીનું માર માર્યો
શહેરના પુષ્કરધામમાં આવેલી ચાની હોટલે ત્રણ શખ્સો ગાળો બોલતા હોય જેના હોટલ માલીકે ગાળો બોલવાની ના પાડતા ત્રણ શખ્સોએ હોટલના સંચાલક અને કર્મચારીને ઢીકાપાટુનો માર મારી નાસી ગયાની ફરીયાદ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહીતી મુજબ પોપટપરા મેઇન રોડ પર રઘુનંદન સોસાયટી, શકિત કૃપા, નામના મકાનમાં રહેતા અને પુષ્કરધામ મેઇન રોડ પર આવેલા જાનકી કેમ્પ્લેકસમાં શકિત ટી સ્ટોલ નામની હોટલ ધરાવતા અભય રાજાભાઇ મુંવાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવ્યા મુજબ મારી ચાની હોટલે આશીષ ઉર્ફે બેટરી, શ્યામ ગોહેલ અને રીઝવાન ઉર્ફે શાહરુખ અવાર નવાર મારી ચાની હોટલે ચા પીવા આવતા હોય છે.
પાંચ દિવસ પહેલા ત્રણેય શખ્સો મારી હોટલે ચા પીવા આવ્યા ત્યારે શાહરુખ ઉર્ફે રીઝવાન જોરથી ગાળો બોલતો હતો જેથી મારો કર્મચારી તરુણભાઇએ ગાળો બોલવાની ના પાડતા આશિષ ઉર્ફે બેટરી તરુણને ગાળો દેવા લાગ્યો હતો.તરુણને ગાળો દેવાની એ આશિષને ના પાડતા તેની સાથે રહેલા રિઝવાન ઉર્ફે શાહરુખ અને શ્યામ ગોહેલ ઉશ્કેરાઇ ગયા હતા અને મને ગાળો દઇ માર મારવા લાગ્યા હતા જે દરમિયાન આજુબાજુના લોકો ભેગા થઇ જતા ત્રણેય શખ્સો નાશી ગયા હતા. યુનિવર્સિટી પોલીસે અભયભાઇ મુંવાની ફરીયાદ નોંધી ત્રણે શખ્સોની શોધખોળ હાથ ધરી છે.