એલસીબી ઝોન 2ની ટીમે આરોપીને પકડી પાડી તમામ મુદ્દામાલ કર્યો કબ્જે
રાજકોટમાં ચોરી અને લૂંટફાટના કેસમાં વધારો થઇ રહ્યો છે.ત્યારે તાજેતરમાં પૂર્વ મેયરના મકાનમાંથી રૂ. 19 લાખના સોનાના દાગીનાની ચોરી થઇ હોવાનું સામે આવ્યું હતું. જે મામલે પોલીસે ક઼રિયાદના આધારે ગુનો નોંધી એલસીબી ઝોન 2ની ટીમે કુબલીયાપરામાં રહેતા વિજય ઉર્ફે ગલાને પકડી પાડી તેની પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
બનાવની વિગત મુજબ, રાજકોટ શહેરના શિવાજી પાર્કમાં રહેતા પૂર્વ મેયર ગોવિંદ સોલંકીના પુત્ર મોહિત સોલંકીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું છે કે, ત્રણ મહિનાથી તેના મકાનનું રીનોવેશનનું કામ ચાલતું હતું.
મકાનના રીનોવેશનને લઇને અનેક શ્રમિકોની ઘરમાં ચપ્લપહલ રહેતી હતી. ગત તારીખ 22ના રોજ પૂર્વ મેયરના પત્નીએ પોતાના કબાટમાંથી કાઢીને દાગીના પહેર્યા હતા અને કરી દાગીના પહેરીને કબાટમાં મૂકી દીધા હતા. જોકે બાદમાં ગત તારીખ 27ના રોજ સવારે દાગીના કાઢવા માટે જ્યારે રૂમમાં ગયા તો કબાટનો લોક તૂટેલો હતો અને સોનાના દાગીના પણ તેમાંથી ગાયબ હતા. આ બાબતે પિતા પુત્રને જાણ કરતા તેઓ તાત્કાલિક ઘરે આવ્યા હતા અને તપાસ કરી તો જાણવા મળ્યું કે સોનાનો ચેન, મોતીનો હાર, વીંટી, સોનાનું મંગલસૂત્ર, નથડી, હીરાની બુટ્ટી તેમજ કાનમાં પહેરવાના ઝુમ્મર, પેન્ડલ સેટ સહિત રૂ.19 લાખની કિંમતના દાગીનાની ચોરી થઇ ગઇ હતી. પોલીસ દ્વારા આ બાબતે શકમંદોની પૂછપરછ કરવામાં આવી હતી. એલસીબી ઝોન 2 દ્વારા આ ચોરીનો ભેદ ઉધેલી કુબલીયાપરામાં રહેતા વિજય ઉર્ફે ગલાને ઝડપી પાડી તમામ મુદ્દામાંલ કબજે કરી આગળની કાર્યવાહી હાથધરી છે.