એસ.કે ચોક પાસે મહિલાની નજર ચૂકવી ગઠિયો એક લાખનો સોનાનો ચેન શેરવી ગયો
રાજકોટમાં ગુના ખોરીનો ગ્રાફ સતત ઉપર જઇ રહ્યો હોય તેમ દીન પ્રતિદિન અનેક ચોરીના બનાવો બનવા પામ્યા છે.ત્યારે વધુ બે ચોરીના બનાવો સામે આવ્યા છે.જેમાં પ્રથમ બનાવમાં રૈયા રોડ પર રહેતા કારખાનેદાર તેમના પરિવાર સાથે કણકોટ નજીક આવેલ સમન્વય પાર્ટી પ્લોટ ખાતે પોતાની કારમાં ગયા હતા.ત્યારે તેમને પોતાની હોન્ડા સિટી કાર બહાર પાર્કિંગમાં પાર્ક કરી હતી ત્યારે કોઈ અજાણ્યો તસ્કર તેની કારનો કચ્છ તોડી કારમાં રહેલું લેપટોપ,હાર્ડ ડિસ્ક અને રોકડ મળી કુલ રૂ.૭૧ હજારની ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાઇ છે.જ્યારે બીજા બનાવમાં માધાપર ચોકડી પાસે રહેતા મહિલા ગાંધીગ્રામમાં એસ.કે ચોક ખાતે ગયા હતા ત્યારે કોઈ અજાણ્યા તસ્કરે તેમની નજર ચૂકવી તેણીએ પહેરેલો રૂપિયા એક લાખનો સોનાનો ચેન ચોરી કરી ગયો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાય છે
પ્રથમ બનાવની મળતી માહિતી અનુસાર રૈયા ગામમાં આલા ગ્રીન સિટીમાં રહેતા અને મોરબી રોડ ઉપર કારખાનું ધરાવતા સત્યમભાઈ નાનજીભાઈ ભોજાણી નામના કારખાનેદારે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે તા.૩ ના તેમના પરિવાર સાથે સંબંધીના લગ્ન પ્રસંગમાં કણકોટ રોડ ખાતે આવેલા સમન્વય પાર્ટી પ્લોટ માં પોતાની કાર લઈને ગયા હતા ત્યારે તેમને પોતાની કાર બહાર પાર્કિંગમાં પાર્ક કરી હતી ત્યારે તે સમયે કોઈ અજાણ્યા તસ્કરે તેમની કારનો કાચ તોડી કારમાં રાખેલું ડેલ કંપનીનું સિલ્વર કલરનું લેપટોપ ,હાર્ડ ડિસ્ક અને રોકડ રૂપિયા મળી કુલ રૂ.૭૧ હજાર ની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશન માં નોધાવી છે.
બીજા બનાવની માહિતી અનુસાર મોરબી રોડ પર આવેલ ગોલ્ડન પોર્ટીકો ખાતે રહેતા ગીતાબેન કમલેશભાઈ ચુડાસમા નામના મહિલા ગઈકાલે કામ સબબ ગાંધીગ્રામ ખાતે આવેલા એસ કે ચોક પાસેની માર્કેટમાં ગયા હતા તે સમયે કોઈ અજાણ્યા ગઠિયાએ તેની નજર ચૂકવી તેના ગળામાં પહેરેલો કુલ રૂ.૧,૦૮,૭૩૮ નો સોનાનો ચેન શેરવી ગયા હોવાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસ ગઠીયાને પકડી પાડવા શોધખોળ હાથ ધરી છે.