રાજકોટ શહેર પોલીસે જુદા-જુદા બે સ્થળે દરોડા પાડી કૂટણખાનાનો પર્દાફાશ કર્યો હતો. વિરાણી ચોક નજીક લક્ષ્મીવાડી તરફ રેવન્યૂ કર્મચારી સોસાયટીમાં આવેલા ધન્ય બંગલામાં કૂટણખાનું ચાલતું હોવાની જાણ થતાં પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે કૂટણખાનાના સંચાલક મુંબઇના વતની સંદિપ માસૂમ કામદાર, તેની પત્ની ભૂમિ અને ભાગીદાર પ્રકાશ ઉર્ફે જોની જયંતીને ઝડપી લઇ ચાર યુવતીઓને મુક્ત કરાવી હતી.
પોલીસે બે ગ્રાહકો અરવિંદ મુળજી કોટક અને હરેશ ભીમજી વાડોલિયાને પણ દબોચી લીધા હતા. બે યુવતી મુંબઇ અને બે યુવતી દિલ્હીથી બોલાવ્યાનું ખુલ્યું હતું. બીજો દરોડો ચુનારાવાડના શિવાજીનગરમાં પાડ્યો હતો. પોલીસે કૂટણખાનાના સંચાલક માયા રમેશ પઢિયાર, રમેશ દેવજી સલાટ અને કાજલ રમેશ સલાટની ધરપકડ કરી પરપ્રાંતીય યુવતીઓને મુક્ત કરાવી હતી.