સમલૈંગિક સંબંધ બાંધી વીડિયો વાયરલ કરવાની ધમકી દીધાનો ચાર સામે ગુનો નોંધાયો : ભોપાલના શખ્સની શોધખોળ

રાજકોટના કાલાવડ રોડ પર આવેલ ધાર્મિક સંસ્થાના એક સેવક સાથે શખ્સે સમલેંગિક સંબંધો બાંધી અને તેનો વિડિઓ મોબાઇલમાં ઉતારી લીધો હતો. બાદમાં ચાર શખ્સોએ સાથે મળીને 4 કરોડ રૂપિયાની માગણી કરી હતી અને જો રૂપિયા નહીં આપ તો વીડિયો વાઇરલ કરી બદનામ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ગાંધીગ્રામ પોલીસે શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ કાલાવડ રોડ પર આવેલ ધાર્મિક સંસ્થાના એક સેવક હનીટ્રેપનો શિકાર બન્યા હતા અને ચાર શખ્સોએ વિડિઓ વાયરલ ન કરવા માટે 4 કરોડની ખંડણી માંગી હતી જેથી સેવકેગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર માંથી ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી જેમાં આરોપી તરીકે ચીમન ઉર્ફે મુન્નો ગોહિલ, મનોજ ઉર્ફે અભય રાઠોડ અને ભોજરાજસિંહ ઉર્ફે ભોજુભા ગોહિલનું નામ આપ્યું હતું.

સેવકે ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવેલ ફરિયાદ મુજબ પોતાની સાથે આરોપીએ મિત્રતા કેળવી બાદમાં તેમને ભોળવી તેમના વિરુદ્ધ કાવતરું કરી શરીરસંબંધ બાંધી કેમેરાથી વીડિયો શુટિંગ કરી ધમકાવી કરોડની માગણી કરી હતી. ત્યારબાદ મુખ્ય આરોપીએ આ કામના સહ આરોપીઓ સાથે મળી અગાઉ કરેલા કાવતરાના ભાગરૂપે ફરિયાદી સાથે રૂબરૂ મિટિંગ કરી ધમકાવી 4 કરોડની રકમની માગણી કરી હતી અને પૈસા ન આપો તો તમોને બદનામ કરી વીડિયો વાઇરલ કરી નાખવાની ધમકી આપી હતી.

ગે શખ્સ અને સેવક વચ્ચે મિત્રતા ગાઢ બની જતા સેવક શખ્સના ઘરે ગયો અને ત્યાં શરીર સંબંધ બાંધયો થયો હતો.અને આરોપીએ તેનો વિડિઓ ઉતરીને વાયરલ કરવાની ધમકી આપતા કરોડોની માંગણી કરી હતી અને ટોળકીએ ખંડણી માંગવા માટે એક હોટેલમાં મીટીંગ પણ કરી હતી જ્યાં સેવકને મારા મારી 10 હજાર પણ પડાવ્યાનું તપાસમાં ખુલ્યું હતું.અને સેવક ત્યાંથી નાસી ગયો હતો.બાદ ફરી ટોળકી એ ફોન કરી કરોડો માગ્યા હતા જેથી સેવકે પોલીસમાં ફરિયાદ કરતા શખ્સો ખંડણી માગવા આવ્યા ત્યારે જ ત્રણ શખ્સોને દબોચી લીધા હતા અને અન્ય એક ફરાર થતા તેની શોધખોળ કરી છે.

ગાંધીગ્રામ પોલીસને ફરિયાદીએ આપેલી ફરિયાદના આધારે આરોપી ચીમન ઉર્ફે મુન્નો પાલજી ગોહીલ, મનોજ ઉર્ફે અભય વિનોદ રાઠોડ અને ભોજરાજસિંહ ઉર્ફે ભોજુભા ગંભીરસિંહ ગોહીલની ધરપકડ કરી સમગ્ર મામલે આરોપીઓ સાથે અન્ય કોઇની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

સમાધાન કર્યાના થોડા દિવસ બાદ ફરી ખંડણી માંગી

પ્રથમ આ મામલે પોલીસમાં અરજી કરવામાં આવી હતી પરંતુ બંને પક્ષો વચ્ચે સમાધાન થઇ જતા મામલો થાણે પડ્યો હતો પરંતુ સમાધાનના થોડા સમય બાદ આરોપીઓએ ફરી સેવક પાસે રૂ.4 કરોડની ખંડણી માંગી હતી અને જો રૂપિયા ન આપે તો વિડિઓ વાયરલ કરવાની ધમકી આપી હતી જેથી સેવકે ફરિયાદ નોંધાવતા ત્રણ શખ્સોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.