રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા હંમેશા સત્તામંડળ વિસ્તારમાં આવતા ગામોની સુખાકારી માટે આંતરમાળખાકીય સુવિધાઓ ના  પ્રોજેક્ટર નો લાભ હમેશ ગ્રામજનોને આપવામાં આવતો હોય છે. ત્યારે રૂડાની બલ્ક વોટર સપ્લાય સ્કીમ એ પાણી પુરવઠા નો સૌથી મોટો રૂડા નો પ્રોજેક્ટ ગણી શકાય છે.આ પ્રોજેક્ટની કુલ કિંમત રૂ.102.74 કરોડ  છે. આ પ્રોજેક્ટમાં ખાસ 24 ગામોને આવરી લેવામાં આવ્યા છે જે પૈકી વિજયનગર ,બેડી, આણંદપર , નારણકા,રાજગઢ, સોખડા, મનહરપર, બાઘી, હડમતીયા, ધમલપર, રોણકી, ન્યારા, રતનપર, નાકરાવાડી પરાપીપળીયા, વિરડા વાજડિ, ગૌરીદડ,માલયાસણ, ખંડેરી, હિરપર પાળ, તેમજ મોટા મોવા અને મુંજકા જે આર.એમ.સી માં ભળેલ છે. આમ કુલ 24માંથી 18 ગામોને શુદ્ધિકરણ વાળું પીવાલાયક પાણી વોટર ફિલ્ટર પ્લાન્ટ મારફતે પહોંચાડવામાં આવશે.

હડાળા ગામ ખાતે 25 એમએલડી કાચું પાણી વિજયનગર ખાતે 50 લિટર ક્ષમતા વાળા સમ્પ માં પહોંચાડવામાં આવશે ત્યારબાદ ત્યાંથી ગવરીદર ખાતે 25 એમ.એલ.ડી ક્ષમતાવાળું વોટર ફિલ્ટર પ્લાન્ટ ઊભું કરવામાં આવ્યું છે ત્યાં પાણી પોહચડવામાં આવસે આ પાણી ને ઠઝઙ પ્લાન્ટ ખાતે તેનું શુદ્ધિકરણ કરવામાં આવશે તેમજ 95 લાખ લિટર ના સમ્પમાં તેનો સંગ્રહ કરવામાં આવશે ત્યારબાદ તેને પંપીંગ કરી  26 લાખ લીટર ઊજછ પાણીના ટાંકામાં પોહચડવામ આવશે આ ટાકા મારફતે બેડી ખાતે 20 લાખ લિટર ના સંપર્ક માં પાણી સે ત્યાંથી પાંચ ગામ અને શુદ્ધિકરણનું પાણી પ્રાપ્ત થશે.

ત્યારબાદ માલયાસણ ખાતે 20 લાખ લિટર ના માં પાણી પહોંચાડી ચાર ગામોને શુદ્ધિકરણ પાણીનો લાભ મળશે એવી જ રીતે પરાપીપળીયા ખાતે 10 લાખ લીટરનો ઈએસઆર અને 20 લાખ લીટરનો સંભોગ કરવામાં આવ્યો છે ત્યાંના ગામોને  પણ આવી જ રીતે શુદ્ધિકરણનું પાણી પ્રાપ્ત થશે તેમ જ મોટા મહુવા ખાતે 50 લાખ લીટરનો સંપ ઉભો કરવામાં આવ્યો છે આ પ્રોજેક્ટ અંતર્ગત આશરે 85 કિ.મી ની ડી.આઇ પાઇપ લાઇન પાથરવામાં આવશે આ પાઇપ નો વ્યાસ 150 મી.મી થી 900 મી.મી ની રહેશે.

gavaridal water filter plant1

પ્રોજેકટની વિગતવાર માહિતી: જીડબલ્યુઆઈએલ દ્વારા 25 એમએલડી પાણીનો જથ્થો હડાળા થી વિજયનગર સમ્પ સુધી સપ્લાય કરવામાં આવશે. વિજયનગર ખાતે બાંધવામાં આવેલ 50 લાખ લીટર સમ્પ થી પાણી પમ્પ કરી ગવરીદડ ખાતે શુધ્ધીકરણ અર્થે પહોંચાડવામાં આવશે. શુધ્ધીકરણ બાદ પાણીને 95 લાખ લીટર સમ્પમાં સ્ટોર કરવામાં આવશે. જયાંથી પાણી પમ્પ કરી 26 લાખ લીટર ઊજછ માં સપ્લાય થશે. 26 લાખ લીટર ઊજછ થી પાણી બે બ્રાન્ચમાં સપ્લાય થશે, જેમાં એક બ્રાન્ચ લાઈન વિજયનગર, ગવરીદડ, રતનપર, રાજગઢ, હડમતીયા ગામોને પાણી સપ્લાય કરશે.

જયારે બીજી બ્રાન્ચ લાઈન બેડી ગામ પાસે આવેલ 20 લાખ લીટરનાં સમ્પને સપ્લાય કરશે. 20 લાખ લીટર સમ્પથી પાણી પમ્પ કરી બે બ્રાન્ય લાઈનમાં પાણી સપ્લાય કરશે જેમાં એક બ્રાન્ચ લાઈન સોખડા, નાકરાવાડી અને ધમલપર ગામોને પાણી સપ્લાય કરશે અને આગળ માલીયાસણ ખાતે આવેલ 20 લાખ લીટર સમ્પને પાણી સપ્લાય કરશે. માલીયાસણ ખાતે બાંધવામાં આવેલ 20 લાખ લીટર સમ્પ થી માલીયાસણ અને આણંદપર ગામોને પાણી પુરવઠો સપ્લાય થશે.

બેડી ખાતે આવેલ 20 લાખ લીટર સમ્પથી બીજી બ્રાન્ચ લાઈન પરાપીપળીયા ખાતે તૈયાર થનાર હેડવર્કસને પાણી સપ્લાય કરશે. જેમાંથી મનહરપર અને રોણકીને પાણી આપવામાં આવશે. પરાપીપળીયા ખાતે 20 લાખ લીટર સમ્પથી 10 લાખ લીટરની ઈએસઆર ભરવામાં આવશે જયાંથી 5(પાંચ) ગામો પરાપીપળીયા, ખંઢેરી, નારણકા, બાધી અને ન્યારા પાણી પુરવઠો સપ્લાય થશે. રાજકોટ મહાનગરપાલિકાનાં મવડી (જેટકો) ડબલ્યુટીપી થી 7 એમએલડી પાણી મોટામવા ખાતે બાંધવામાં આવનાર 50 લાખ લીટર સમ્પમાં સપ્લાય થશે. જયાંથી મોટામવા અને મુંજકા તથા વિરડા વાજડી અને હરીપર(પાળ) એમ ચાર ગામોને પાણી પુરવઠો સપ્લાય થશે. આ પ્રોજેકટથી રાજકોટ શહેરની આસપાસનાં રૂડા વિસ્તારનાં 20(વીસ) ગામોને તથા રા.મ્યુ.કોનાં મોટામવા અને મુંજકા વિસ્તારોમાં પાણી પુરવઠાની માળખાકીય સુવિધાનો લાભ મળશે.

રૂડા દ્વારા પાણી પુરવઠાનો પ્રથમવાર આટલો મોટો ભવ્ય પ્રોજેકટ હાથ ધરાયો છે: વિકાસ પરમાર (નાયબ કાર્યપાલક એન્જીનીયર)

vlcsnap 2021 06 29 08h43m02s948

રૂડાની બલ્ક વોટર સપ્લાય સ્કીમ બે વિભાગમાં વહેચાયેલ છે.હડાળાથી GWIL મારફત 25એમ.એલ.ડી. મળશે જે પૈકી વિજયનગર ખાતે રો વોટર સંમ્પ બનાવામાં આવશે.ત્યાંથી 25 એમ.એલ.ડી. પાણી ગૌવરીદળ પાસે રૂડાના વોટર હેડ વર્કસ ડબલ્યુ.ટી.પી. ખાતે શુધ્ધીકરણ માટે આવશે અહીં પાણી શુધ્ધીકરણ બાદ 26 લાખ લીટરની ઈએસઆર મારફતે પાણીમાંથી કુલ 18 ગામોને વહેચવામાં આવશે ભાગ એકમાં મોરબી રોડ પરના ગામો તેમજ માલીયાસણ બાજુ 3 ગામોને અને ત્યાંથી એક લાઈન જશે પરાપીપળીયા ત્યાંથી 6 ગામોને પાણી મળશે.

આ કુલ ભાગ એકમાં 18 ગામોમાં 84 કિ.મી.માં ડી.આઈ. પાઈપલાઈન પથરાશે જે 150 એમ.એમ.થી લઈને 900 એમ.એમ. સુધીનાં વ્યાસની પાઈપલાઈન પાથરવામાં આવશે. કોઈ પણ પાણી પુરવઠા યોજના હોય તે ભવિષ્યના પ્લાનીંગને ધ્યાનમાં રાખી બનવામાં આવે છે. સતા મંડળ વિસ્તારોમાં ગામોમાં ગામતળ પૂરતું પાણી આપવામાં આવતું હોય છે. ગામતળ સિવાયના વિસ્તારોમાં પાણીની ખૂબ તંગી રહેતી હોય છે. જયારે ડેવલોપીંગ થતુ હોય ત્યારે આ યોજનાથી જે ગામો આવરી લેવામાં આવ્યા છે. તેમને પીવાના શુધ્ધ પાણીને માળખાગત વ્યવસ્થા મળશે. આવનારા 30 વર્ષનાં પ્લાનીંગ સાથે આ યોજના બનાવવામાં આવી રહી છે.

થોડાક સમયમાં જ આ સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ જશે ભાગ બે માં કુલ 4 ગામોમાં છે જે પૈકી બે રૂડા વિસ્તારના અને બે રૂડામાંથી આર.એમ.સી.માં ભળેલા છે. જેમાં આર.એમ.સી.માં ભળેલા ગામોને આર.એમ.સી.નાં મવડી સ્થિત ડબલ્યુટીપી પ્લાન્ટમાંથી સપ્લાય કરવામાં આવશે. રૂડા દ્વારા મોટામવામાં 50 લાખ લીટરનો સંપ બનાવામાં આવી રહ્યો છે. જેમાં સુધી પાણી પહોચાડવામાં આવશે ત્યાંથી મોટામવા અને મુંજકા, હરીપળપાળ ગામોને શુધ્ધીકરણ વાળુ પાણી પહોચાડવામાં આવશે. તે વિસ્તારની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે.

પચાસ ટકા કામગીરી પુરી થઈ ચૂકી છે. અને 80 ટકા પાઈપલાઈન પણ નખાઈ ચૂકી છે. આ પ્રોજેકટમાં પાણીની આવક સતત ચાલુ રહેશે અને પાણીનો સપ્લાઈ સતત ચાલુ રહેશે ભવિષ્યમાં પણ રૂડા આવા પ્રોજેકટથી લોકોને સુખાકારી આપતી રહેશે. પાણી પુરવઠાનો પ્રથમ આટલો મોટો પ્રોજેકટ રૂડાએ હાથ ધર્યો છે. સતામંડળ આવી જ રીતે સતામંડળ વિસ્તારમાં આવતા ગામો આંતર માળખાકીય પ્રોજેકટોનો લાભ આપતો રહેશે.

સતામંડળ વિસ્તારના ગામોને આંતરમાળખાકીય સુવિધા આપવા તત્પર રૂડા: પિયુશ પોંકીયા (આસી. એન્જીનીયર)

vlcsnap 2021 06 29 08h43m44s254

રાજકોટ શહેરી વિકાસ સતામંડળ દ્વારા હંમેશા તેના વિસ્તારમાં આવતા ગામોને આંતર માળખાકીય સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. રૂડાનો વોટર ફિલ્ટરનો પ્લાન્ટ એ અત્યાર સુધીનો સૌથી મોટો પ્રોજેકટ છે. પાણી પુરવઠા વિભાગનો એમ માની શકાય છે. આ પ્રોજેકટ દ્વારા કુલ 24 ગામોને શુધ્ધીકરણ વાળુ પાણી પુરૂ પાડશે આવનારા થોડાક સમયમાજ સતામંડળ દ્વારા આ પ્રોજેકટને સતામંડળના ગામો માટે ખૂલો મૂકવામાં આવશે અને ગ્રામજનોને આ પ્રોજેકટનો લાભ મળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.