- ક્રાઈમ બ્રાન્ચે ચાર શખ્સો પાસેથી 9 મોબાઈલ,રિક્ષા અને રોકડ મળી ક્રૂલ રૂ.1 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
- બે મહિનામાં 20 ચોરી કર્યાની આપી કબૂલાત
રાજકોટમાં ચોરીના બનાવો એકાએક વધી રહ્યા છે જેને લઈને રાજકોટ શહેર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવી રહ્યો છે ત્યારે શહેરમાં લોકોને રિક્ષામાં બેસાડી તેની નજર ચૂકવી તેના ખિસ્સા હળવા કરતી ગેંગ ને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડી છે પોલીસે આ ગેંગ પાસેથી નવો મોબાઈલ 20,000 રોકડ અને રીક્ષા મળી કુલ રૂપિયા 1 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે આ રીક્ષા ગેંગની પૂછતાછ કરતાં તેને છેલ્લા બે મહિનામાં 20 ચોરી કર્યાની કબૂલાત આપી હતી.
બધા અંગેની મળતી માહિતી મુજબ પીઆઇ વાય.બી.જાડેજા સુચના હેઠળ મિલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ રાજકોટ શહેર વિસ્તારમા થયેલ ધરફોડ ચોરી, ચીલઝડપ, વાહન ચોરી,લુંટ તથા છેતરપીંડી વીગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે કરેલ સુચના અન્વયે આજરોજ ડી.સી.બીના પી.એસ.આઇ એમ.જે.હુણ તથા ટીમના માણસો સતત પ્રયત્નશીલ હતા. દરમ્યાન ટીમના હે.કો અમીત અગ્રાવત તથા કોન્સ. પ્રદિપસિંહ જાડેજા તથા કુલદિપસિંહ રાણા નાઓને મળેલ બાતમી આધારે રિક્ષા ગેંગ આજીડેમ નજીક હોવાની જાણ થતાં તેને તપાસ કરી ત્યાંથી જીગ્નેશ ઉર્ફે જીગો મયા સિંધવ (22), કામરૂ કાસમ મકવા (26),સાહિલ મનસુખ મુખીડા (23) અને જયદીપ ઉર્ફે જયુ ઉમેશ પરમાર (20)ને પકડી પાડી તેની પાસેથી 9 મોબાઈલ,20 હજાર રોકડ અને રિક્ષા મળી કુલ રૂ.1 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.
ક્રાઈમ બ્રાંચ લીટી મેં આ ચાર શખ્સોની પૂછતા જ કરતા તેને કબુલાત આપી હતી કે છેલ્લા બે મહિનાની અંદર તેને રાજકોટ શહેરમાંથી અલગ અલગ સ્થળોએથી પેસેન્જરને બેસાડી તેની નજર ઝૂકવી તેના ખિસ્સામાંથી મોબાઇલ અને રોકડની ચોરી કર્યા કબૂલાત આપી હતી જેમાં તેને છેલ્લા બે મહિનામાં 20 ચોરીને અંજામ આપ્યો હતો.હાલ પોલીસે તેને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. ઉલેખનીય છે કે પકડાયેલા આરોપીઓ અગાઉ હત્યા ,મારામારી અને દારૂના ગુનામાં જેલમાં ધકેલાયા હતા.